શોધખોળ કરો

Maharashtra Lockdown: ગુજરાતીઓની મોટી વસતીવાળા આ રાજ્યમાં લાદવામાં આવશે લોકડાઉન ? જાણો વિગત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યમાં ગત વર્ષની જેમ ફરીથી સંપૂર્ણ લોકડાઉન નાંખવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું જો લોકો કોવિડ-19 પ્રતિબંધોનું પાલન નહીં કરે તો સરકાર રાજ્યમાં ગત વર્ષની જેવું કડક લોકડાઉન નાંખવા મજબૂર બનશે.

મુંબઈઃ દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં કોરોનાના બે લાખ કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે અને માત્ર ત્રણ જ દિવસમાં 3500થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાથી સૌથી વધુ ખરાબ હાલત ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતાં ગત સપ્તાહથી પ્રતિબંધો વધારે કડક કરવામાં આવ્યા છે તેમ છતાં સંક્રમણ નિયંત્રણમાં આવવાનું નામ નથી લઈ રહ્યું.

આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યમાં ગત વર્ષની જેમ ફરીથી સંપૂર્ણ લોકડાઉન નાંખવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું જો લોકો કોવિડ-19 પ્રતિબંધોનું પાલન નહીં કરે તો સરકાર રાજ્યમાં ગત વર્ષની જેવું કડક લોકડાઉન નાંખવા મજબૂર બનશે. તેમણે લોકોને કોરોના ગાઇડલાઇનનનું પાલન કરવા પણ કહ્યું હતું

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાનાં રેકોર્ડ 63,729 કેસ નોંધાયા છે, તો લગભગ 398 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ આંકડા રોગચાળાની શરૂઆત પછીના સૌથી વધુ છે. શુક્રવારે 63,729 કેસ નોંધાયા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,03,584 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તો, 398 લોકોનું મોત થયા પછી, કોરોનાથી મૃત્યુઆંક વધીને 59,551 પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન, 45,335 લોકોને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, કુલ 30,04,391 લોકોએ વાયરસ સામેનાં યુદ્ધમાં વિજય મેળવ્યો છે, જ્યારે હાલમાં 6,38,034 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 દેશની આર્થિક રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 8839 લોકો સંક્રમિત થયા અને 53 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 5,61,998 લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે, તો કુલ 12,242 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં સંક્રમણમાંથી મુક્ત થયેલા 4,63,344 લોકોને રજા આપવામાં આવી ચુકી છે, જ્યારે, 85,226 લોકો સારવાર ચાલી રહી રહી છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,23,354 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 45 લાખ 26 હજાર 609
  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220
  • કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740
  • કુલ મોત - 1 લાખ 75 હજાર 649

 11 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 99 લાખ 37 હજાર 641 ડોઝ આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget