શોધખોળ કરો
Advertisement
Covid19:મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતની સંખ્યા 200ને પાર, 3 હજારથી વધુ સંક્રમિત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસના કારણે મૃતકોની સંખ્યા 201 થઈ ગઈ છે. જ્યારે 3323 લોકો સંક્રમિત છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસના કારણે મૃતકોની સંખ્યા 201 થઈ ગઈ છે. જ્યારે 3323 લોકો સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં 331 લોકો સ્વસ્થ પણ થયા છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજારને પાર પહોંચી છે. મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં 14 હજાર 378 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે. 1992 લોકો સ્વસ્થ થયા છે.
મુંબઈમાં 21 નૌસૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આવડી મોટી સંખ્યામાં નૌસેનામાં સંક્રમણનો પહેલો કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, મહારાષ્ટ્રમાં 201, મધ્યપ્રદેશમાં 69, ગુજરાતમાં 48, પંજાબમાં 13, દિલ્હીમાં 42, તમિલનાડુમાં 15, આંધ્રપ્રદેશમાં 14,કર્ણાટકમાં 13,પશ્ચિમ બંગાળમાં 10, જમ્મુ કાશ્મીર 5, ઉત્તરપ્રદેશ 14, હરિયાણામાં 3,રાજસ્થાનમાં 11, કરેળમાં 3, ઝારખંડમાં 2,બિહારમાં 2, આસામ,હિમાચલ અને ઓરિસ્સામાં 1-1 મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement