શોધખોળ કરો

Maharashtra: સંજય રાઉત મુંબઇની આ બેઠક પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી, પાર્ટીએ શરૂ કરી તૈયારી

Lok Sabha Election 2024: 2019માં વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના અને ભાજપ મુખ્યમંત્રી પદને લઈને અલગ થઈ ગયા હતા.

Lok Sabha Election 2024: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતને લોકસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી ઇચ્છે છે કે સંજય રાઉત લોકસભા ચૂંટણી લડે. રાઉત મુંબઈની નોર્થ ઈસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. સંજય રાઉત હાલમાં રાજ્યસભાના સાંસદ છે.           

સંજય રાઉતની ગણતરી ઉદ્ધવ ઠાકરેના નજીકના લોકોમાં થાય છે. 2019માં વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે શિવસેના અને ભાજપ મુખ્યમંત્રી પદને લઈને અલગ થઈ ગયા ત્યારથી તેઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.                                                                

મુશ્કેલ સમયમાં ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા

જૂન 2022 માં જ્યારે શિવસેનામાં મોટો બળવો થયો અને મોટી સંખ્યામાં પક્ષના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદેના જૂથમાં જોડાયા હતા અને  ઉદ્ધવને ફટકો આપ્યો હતો તે સમયે પણ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો ન હતો. તેમણે એકનાથ શિંદે અને તેમની સાથે ગયેલા લોકોને ગદ્દાર પણ કહ્યા હતા.                             

સંજય રાઉત એનસીપીમાં બળવો કરીને રાજ્યની શિંદે સરકારમાં જોડાનારા અજિત પવાર પર પણ નિશાન સાધ્યું હતું. રવિવાર (20 ઓગસ્ટ) ના રોજ 'સામના'ના સાપ્તાહિક લેખમાં તેમણે અજિત પવારની તુલના લક્કડખોદ પક્ષી સાથે કરી હતી. રાઉતે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના એક કાર્ટૂનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે શરદ પવારને એક લક્કડખોદ પક્ષી તરીકે દર્શાવ્યા હતા જે ખુરશીમાં કાણાં પાડી દે છે.                                  

રાઉતે લેખમાં કહ્યું હતું કે, અજિત પવાર હવે એ જ લક્કડખોદ પક્ષી તરીકે ઉભરી રહ્યા છે. ભાજપ હવે અજિત પવારનો ઉપયોગ કરીને શરદ પવાર યુગનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે એમ પણ લખ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અજિત પવારનો ઉપયોગ એકનાથ શિંદેની સીએમ ખુરશીમાં કાણાં પાડવા માટે કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર

Embed widget