Maharashtra Political Crisis: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ- 'હું રાજીનામું આપવા માટે તૈયાર છું, પરંતુ....
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક મારફતે સંબોધન કર્યું હતું
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક મારફતે સંબોધન કર્યું હતું. ફેસબુક લાઈવ પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકો વિશ્લેષણ કરી રહ્યા છે કે મારો ચહેરો પડી ગયો છે. આ કોરોનાને કારણે છે અને બીજું કંઈ નથી. ઘણા સમય પછી તમારી સામે આવ્યો છું, ઘણું બધું કહેવાનું છે. મને વહીવટનો કોઈ અનુભવ નહોતો. કોરોના જેવો પડકાર આવ્યો. જ્યારે દેશમાં કોરોનાનો પ્રકોપ વધ્યો ત્યારે કોઈને ખબર ન હતી કે આ વાયરસ સામે કેવી રીતે લડવું, તેમ છતાં અમે કોવિડ સામે લડ્યાતે સમયે જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ટોચના પાંચ મુખ્યમંત્રીઓમાં સામેલ હતું.
If any MLA wants me to not continue as the CM, I am ready to take all my belongings from Versha Bungalow (official residence of the CM) to Matoshri: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/kciNQsijer
— ANI (@ANI) June 22, 2022
તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કોઈને મળવું શક્ય નહોતું અને મેં તાજેતરમાં જ લોકોને મળવાનું શરૂ કર્યું છે. સેના અને હિંદુત્વ હંમેશા અકબંધ છે. શિવસેના હિન્દુત્વથી અલગ થઈ શકે નહીં અને હિન્દુત્વ શિવસેનાથી અલગ થઈ શકે નહીં. શિવસેનાને કોણ ચલાવે છે? મુખ્યમંત્રી કેમ મળતા નથી?
But when my own people (MLAs) don't want me what I can say. If they had something against me, what was the need of saying all this in Surat, they could have come here and said this to my face: Maharashtra CM Uddhav Thackeray
— ANI (@ANI) June 22, 2022
તેમણે કહ્યું કે તમે મારી સામે આવીને બધુ કહો તો હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું. એકનાથને સુરત જઈને વાત કરવાની શું જરૂર હતી. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બાળ ઠાકરેની શિવસેના નથી. બાળ ઠાકરેના નિધન પછી અમે 2014માં એકલા હાથે લડ્યા હતા. હું છેલ્લા અઢી વર્ષથી સીએમ છું અને જે પણ નેતાઓ ચૂંટાયા છે તે બાળ ઠાકરેની શિવસેના પાર્ટીના છે.
તમે જાણો છો કે કેટલાક ધારાસભ્યો અહીં નથી. કેટલાક લોકો ફોન કરીને કહી રહ્યા છે કે તેઓ પાછા ફરવા માંગે છે અને કેટલાકને અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. MLC ચૂંટણી પછી મેં પૂછ્યું અને જોયું કે અમારા ધારાસભ્યો ક્યાં છે. મેં હંમેશા મારી જવાબદારીઓ નિભાવી છે. હું સીએમ પદ છોડવા તૈયાર છું, પરંતુ મારા પછી કોઈ શિવસૈનિક સીએમ બને તો મને ખુશી થશે. એકવાર આવો અથવા ત્યાંથી ફોન કરીને કહો કે અમે તમારુ ફેસબુક લાઇવ જોયું છે. પદ આવતા-જતા રહે છે.