શોધખોળ કરો
Advertisement
Covid 19: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2940 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 હજારને પાર
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2940 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 44,582 પર પહોંચી ગઈ છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2940 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 44,582 પર પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં 30,474 સક્રિય દર્દીઓ છે. રાજ્યમાં આજે સૌથી વધુ 63 લોકોના મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 1517 લોકોનાં મોત થયા છે. આજે 857 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,583 કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં 3 લાખ 32 હજાર 777 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 44582 લોકો કોરોના પોઝિટિવ છે. રાજ્યમાં હાલમાં 4 લાખ 69 હજાર 275 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement