શોધખોળ કરો

Maharashtra Lockdown: મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવા અંગે મોટા સમાચાર, જાણો આજે જ લેવાઈ જશે નિર્ણય

કોરોના પર કાબુ મેળવવા રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે. જેની જાહેરાત આજે સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 50 હજારથી (Maharashtra Corona Cases) વધારે કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના પર કાબુ મેળવવા રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે. જેની જાહેરાત આજે સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન (Lockdown) નાંખવામાં આવશે તેવા અહેવાલ સામે આવતાં જ મોટાભાગના શહેરોમાં લોકોએ ખરીદી માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો (Social Distance) ભંગ કરાવી લાઇનો લગાવી હતી. રાશનની દુકાનો, મોલમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી અસલમ શેખે (Aslam Shaikh) એબીપી ન્યૂઝને જણાવ્યું કે, “મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈ આજે સાંજે ફેંસલો થઈ શકે છે. અમે કડકાઈ વધારી છે પરંતુ અફડાતફડી ન મચે તે વાતનું અમે ધ્યાન રાખ્યું છે. કોરોનાની ચેનને (Coronavirus Chain) તોડવા અંગે આજે સાંજે કોઈ મોટો ફેંસલો લેવામાં આવી શકે છે.”

તેમણે લોકડાઉનને લઈ કહ્યું, “એક તરફ કોનાના કેસ મહારાષ્ટ્રમાં વધારે જોવા મળી રહ્યા છે. કોરોનાના શરૂઆતના તબક્કામાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ હતા. આજે અમે ટ્રેસિંગ વધારે કરી રહ્યા છીએ તેથી કેસની સંખ્યા વધી છે. આ પહેલા અમે ક્યારેય લોકડાઉન અંગે વિચાર કર્યો નહોતો પરંતુ આજની તારીખે જે રીતે કેસ વધી રહ્યા છે તેને જોતાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.  ગત વખતની જેમ લોકડાઉનની જાહેરાત થાય અને લોકો ફસાઈ જાય તેમ અમે નથી ઈચ્છતા. અમે ધીમે ધીમે નિયંત્રણો કડક બનાવી રહ્યા છીએ. જેમકે નાઈટ કરફ્યૂ (Night Curfew) લગાવ્યો, વીકેન્ડ લોકડાઉન (Weekend Lockdown લગાવ્યું, તેમ છતાં ધારી અસર ન જોવા મળતાં મોટો ફેંસલો લેવામાં આવશે.”

કોરોનાને લઈ મહારાષ્ટ્રની શું છે સ્થિતિ

સોમવારે રાજ્યમાં 51,751 નવા કેસ નોંધાયા હતા. જયારે 258 લોકોના મોત થયા હતા.  મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 34,58,996 પર પહોંચી છે. જ્યારે 28,34,473 કોરોનાથી મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 58,245 થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,64,746 છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 879 લોકોના મોત થયા છે. જોકે 97,168 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  એક કરોડ 36 લાખ 89 હજાર 4537

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 22 લાખ 53 હજાર 697

કુલ એક્ટિવ કેસ - 12 લાખ 64 હજાર 698

કુલ મોત - એક લાખ 71 હજાર 058

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget