શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 82 હજારને પાર, મૃત્યુઆંક ત્રણ હજારની નજીક પહોંચ્યો
રાજ્યમાં હાલ 42,609 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને અત્યાર સુધી કુલ 5,37,124 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે સતત કોરોના કેસ વધી રહ્યા છે. શનિવારે( 6 જૂન) કોવિડ-19ના નવા 2739 કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 82,968 થઈ ગઈ છે. જ્યારે વધુ 120નાં મોત બાદ મૃત્યુઆંક 2969 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ જાણકારી આપી હતી.
આરોગ્ય વિભાગ અનુસાર, આજે 2234 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી 37,390 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ 42,609 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને અત્યાર સુધી કુલ 5,37,124 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં શનિવારે સંક્રમિતોનો આંકડો 2,36,657 પર પહોંચ્યો હતો. કોરોનાથી દેશમાં 6,642 લોકોના મોત થઈ ચુક્યા છે. છેલ્લા સાત દિવસમાં 62 હજારથી વધારે નવા કેસ અને 1600થી વધુ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion