Maharashtra : બે લેડી ડોક્ટરે સાથે જીવન જીવવાના લીધા શપથ, ગોવામાં બંને કરશે લગ્ન
ગયા અઠવાડિયે નાગપુરમાં 'કમિટમેન્ટ રિંગ સેરેમની'માં બે મહિલા ડોકટરોએ દંપતી તરીકે સાથે મળીને જીવન વિતાવવાના શપથ લીધા હતા. હવે આ બંને લેડી ડોક્ટર લગ્ન કરવાના છે.
મહારાષ્ટ્ર: ગયા અઠવાડિયે નાગપુરમાં 'કમિટમેન્ટ રિંગ સેરેમની'માં બે મહિલા ડોકટરોએ દંપતી તરીકે સાથે મળીને જીવન વિતાવવાના શપથ લીધા હતા. હવે આ બંને લેડી ડોક્ટર લગ્ન કરવાના છે. પરોમિતા મુખર્જી કહે છે, "અમે આ સંબંધને 'લાઇફટાઇમ કમિટમેન્ટ' કહીએ છીએ. અમે ગોવામાં અમારા લગ્નનું આયોજન કરી રહ્યા છીએ".
Maharashtra: Two women doctors in a 'commitment ring ceremony' in Nagpur last week took vows to spend their lives together as a couple
— ANI (@ANI) January 5, 2022
"We call this relationship 'lifetime commitment'. We are planning our wedding in Goa," says Paromita Mukherjee, one of the women pic.twitter.com/v4omRiLtkq
પરોમિતા મુખર્જીએ જણાવ્યું કે, મારા પિતા 2013થી મારા જાતિય અભિગમ વિશે જાણતા હતા. જ્યારે મેં તાજેતરમાં મારી માતાને કહ્યું, ત્યારે તે ચોંકી ગઈ. પરંતુ પાછળથી તે સંમત થઈ કારણ કે તે ઈચ્છે છે કે હું ખુશ રહું. જ્યારે નાગપુરની સુરભી મિત્રાએ કહ્યું કે, મારા પરિવાર તરફથી મારા જાતિય અભિગમ સામે ક્યારેય કોઈ વિરોધ નહોતો. હકીકતમાં, જ્યારે મેં મારા માતાપિતાને કહ્યું, ત્યારે તેઓ ખુશ થયા. હું મનોચિકિત્સક છું અને ઘણા લોકો મારી સાથે બેવડા જીવન જીવવા વિશે વાત કરે છે કારણ કે તેઓ પોતાના માટે સ્ટેન્ડ લઈ શકતા નથી.
My father knew about my sexual orientation since 2013. When I told my mother recently, she was shocked. But later she agreed because she wants me to be happy: Paromita Mukherjee pic.twitter.com/sRhsWWASJ9
— ANI (@ANI) January 5, 2022