શોધખોળ કરો
....તો આ કારણે ભત્રીજા અજિત પવારને NCPમાંથી હાંકી નથી કાઢતા શરદ પવાર!
મહારાષ્ટ્રમાં સરકાર પર સસ્પેંસ એક દિવસ આગળ વધી ગયું છે.

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે આવેલ મોટા ઉલેટફેરની અસર હજુ પૂરી થઈ નથી. રાજ્યમાં રાજનીતિક અનિશ્ચિતતાનું વાતાવરણ છે. ત્યારે એનસીપીના અનેક નેતા નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ઘરવાપીસ માટે મનાવવામાં લાગ્યા છે. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરા એવું ક્યું કારણ છે કે એનસીપીસ સુપ્રીમોએ પોતાના ભત્રીજાને પાર્ટીમાંથી હજુ સુધી બહારનો રસ્તો નથી બતાવ્યો અને હજુ પણ તેને મનાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતોનું માનીએ તો તેના 2 મુખ્ય કારણ હોઈ શકે છે. પહેલું તો એ કે શરદ પવાર નથી ઈચ્છતા કે પરિવાર તૂટે અને તેઓ તેને બચાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. અજિતને પાર્ટીમાંથી બહાર કરવા પર જો વધારે અસર ન પણ થાય તો થોડી તો અસર થશે જ. એવામાં પવારનો પ્રયત્ન રહેશે કે અજિત માની જાય અને પાર્ટીમાં પરત આવી જાય. જ્યારે બીજી બાજુ જો અજિત પવારને પાર્ટીમાંથી બહાર કરવામાં આવો તે તેમનો પાર્ટીમાંથી એક ધારાસભ્ય ઘટશે. ઉપરાંત અજિતનું ધારાસભ્ય પદ પણ બચી જશે અને તે આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર રહેશે. ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર પર સસ્પેંસ એક દિવસ આગળ વધી ગયું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, તે દેવેન્દ્ર ફડવણસીને મુખ્યમંત્રી તરીકે શપથ અપાવવના મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્ણયની વિરૂદ્ધ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની અરજી પર મંગળવારના રોજ સવારે કાડા દસ કલાકે પોતાનો આદેશ આપશે. શિવસેના-એનસીપી-કોંગ્રેસ માગ કરી રહ્યા છે કે, વિશ્વાસ મત આજે કરાવવાનો આદેશ આપવામાં આવે, જેનો ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે વિરોધ કર્યો હતો.
વધુ વાંચો




















