'2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવાનો છે', નીતિ આયોગની બેઠકમાં બોલ્યા વડાપ્રધાન મોદી
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ તેમજ ઉત્તર પ્રદેશ, આસામ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સામાન્ય વિઝન તૈયાર કરવા હાકલ કરી હતી અને રાજ્યોને આ દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું. PM મોદીએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM)ની આઠમી બેઠકને સંબોધિત કરતા આ વાત જણાવી હતી. દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમણે રાજ્યોને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો તૈયાર કરવા આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય લેવા જણાવ્યું હતું.
PM Modi urges states, UTs to work with NITI Aayog to take country ahead towards achieving its vision for Amrit Kaal
— ANI Digital (@ani_digital) May 27, 2023
Read @ANI Story | https://t.co/AOirs167ZC#PMModi #NITIAayog #AmritKaal pic.twitter.com/D3AC6WHvT5
નીતિ આયોગે ટ્વિટર પર લખ્યું હતું કે 'નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે ભારતનો વિકાસ થાય છે. તેમણે 2047માં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે સહિયારી દ્રષ્ટિ વિકસાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
PM Narendra Modi chaired the 8th Governing Council Meeting of NITI Aayog earlier today. It was attended by Chief Ministers/Lt.Governors representing 19 States and 6 UTs. PM stressed that the Centre, States and UTs should work as Team India and fulfil the dreams and aspirations of… pic.twitter.com/4MQrA4TwSn
— ANI (@ANI) May 27, 2023
અન્ય એક ટ્વિટમાં નીતિ આયોગે જણાવ્યું હતું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને આર્થિક રીતે સમજદારીભર્યા નિર્ણયો લેવા વિનંતી કરી હતી જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બને અને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો ચલાવી શકે."
Chief Minister/Lt. Governors gave various policy-level suggestions. They mentioned specific issues pertaining to the States which require Centre-State cooperation. Some of the key suggestions and best practices highlighted by them included in areas like opting for green…
— ANI (@ANI) May 27, 2023
ભારતને વિકસિત દેશ બનાવવા પર ચર્ચા
NITI આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Prime Minister expressed his gratitude to the CMs and LGs for participating in the meeting and sharing their views and experiences. He said NITI Aayog will study the states’ concerns, challenges, and best practices and subsequently plan the way forward: NITI Aayog
— ANI (@ANI) May 27, 2023
વડાપ્રધાન મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ તેમજ ઉત્તર પ્રદેશ, આસામ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બિહાર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તેલંગણા, તમિલનાડુ અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.
#8thGCM | The Centre, States & UTs should work as Team 🇮🇳 & fulfil people's dreams & aspirations for a #VikasitBharat @ 2047. #NITIAayog can play a key role in helping them take a quantum leap towards achieving its vision of #AmritKaal: PM @narendramodi
— NITI Aayog (@NITIAayog) May 27, 2023
🔗https://t.co/2g1j5ywKZu pic.twitter.com/9EIJu9SebJ
નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની સંપૂર્ણ બેઠક દર વર્ષે યોજાય છે. ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. કાઉન્સિલની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી, 2015ના રોજ મળી હતી. કોરોના મહામારીના કારણે 2020 માં બેઠક બોલાવવામાં આવી ન હતી.