ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, બંગાળમાં તૃણમૂલની ભવ્યાતિભવ્ય જીત મમતાને આભારી, ભાજપે આત્મનીરિક્ષણ કરવું જરૂરી...
બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હાર પર કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું તે તેની પાર્ટી ચૂંટણી પરિણામો પર આત્મનીરિક્ષણ કરશે.
જોકે પશ્ચિમ બંગાળના ભાજના નેતાઓને લાગે છે કે મમતા બેનર્જી દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ પ્રચારથી મતદારો પ્રભાવિત થયા. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તો પ્રચારમાં હતા પરંતુ રાજ્યમાંતી કોઈ મજબૂત ચહેરો ભાજપનો હતો નહીં.
ભાજપની હાર બાદ વિજયવર્ગીયએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ફોન પર પાર્ટીના ખરાબ પ્રદર્શનની જાણકારી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ટીએમસી મમતા બેનર્જીને કારણે જીતી છે. એવું લાગે છે કે લોકોને દીદી પસંદ છે. શું ભૂલ થઈ તેની અમે સમીક્ષા કરીશું. શું કોઈ સંગઠનાત્મક ખામી રહી ગઈ કે કોઈ ચહેરાનો અભાવ કારણ રહ્યું કે બહાર-અંદરની ચર્ચા રહી. અમે જોઈશું ક્યાં ભૂલ રહી ગઈ.
બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર માટે એવું પણ કહેવાય છે કે, ચૂંટમી માટે રણનીતિ બનાવતા સમયે સ્થાનીક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જેમ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એટી રોમીયો સ્ક્વોડ બંગાળમાં બનાવવાની જાહેરાત પક્ષ માટે પ્રતિકૂળ સાબિથ થઈ હતી.
ભાજપની હારના કારણો પર બોલતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મમતા બેનર્જીએ તમામ વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને કહ્યું હુતં કે અમારી મદદ કરો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી પ્રચાર ન કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય કોરોનાને કારણે કર્યો ન હતો પરંતુ આ તેમું સરન્ડર હતું. તેવી જ રીતે સીપીએમે પણ સરન્ડર કરી દીધું હતું. જેનાથી 7-8 ટકા મત સીધા ટીએમસીને ટ્રાન્સફર થઈ ગયા.
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ચૂંટણીની વચ્ચે એ કહેવું કે અલ્પસંખ્યક સમાજ, મુસ્લિમ એક થઈ જાવ. એવા વીડિયો ચાલ્યા જેમાં કહેવામાં આવ્યું કે જો ભાજપ જીતશે તો બંગાળમાં મુસ્લિમોનું જીવવું મુશ્કેલ થઈ જશે. બાદમાં મમતા બેનર્જીએ સમગ્ર ચૂંટમી ઇમોશનલ રીતે લડી. તેણમે ચૂંટમી પ્રચાર વ્હીલ ચેર પર બેઠીને કર્યો અને ચૂંટણી પરિણામના દિવસે તે ઉભા થઈ ગયા.