શોધખોળ કરો
Advertisement
CAAના વિરોધમાં બંગાળમાં પાસ કરીશું પ્રસ્તાવ, NPR ખતરનાક ખેલનો હિસ્સોઃ મમતા બેનર્જી
બેનર્જીએ કહ્યુ કે, પશ્વિમ બંગાળની વિધાસભામાં આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એનપીઆર પ્રક્રિયાને એક ખતરનાક ખેલ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, એનપીઆર, એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદો એક બીજા સાથે જોડાયેલા છે અને રાજ્યોએ તેને પાછો લેવા માટે પ્રસ્તાવ પાસ કરવા જોઇએ. બેનર્જીએ કહ્યુ કે, પશ્વિમ બંગાળની વિધાસભામાં આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, હું તમામ રાજ્યોને એનપીઆરની પ્રક્રિયામાં સામેન ન થવાનો આગ્રહ કરું છું કારણ કે સ્થિતિ ખૂબ ખરાબ છે. આ અગાઉ કેરલ અને પંજાબ વિધાનસભામાં સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં તેને પાસ કરવાની તૈયારી ચાલી રહી છે. મમતાએ ભાજપ શાસિત પૂર્વોત્તર રાજ્યો-ત્રિપુરા, આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશ તથા વિપક્ષી પક્ષોના શાસન ધરાવતા રાજ્યોને અપીલ કરી હતી. તમામ રાજ્ય એનપીઆરને પોતાના રાજ્યમાં લાગુ કરતા અગાઉ તેને સારી રીતે વાંચે. ત્યારબાદ જ આ કાયદાને લાગુ કરવાના નિર્ણય પર પહોંચે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement