શોધખોળ કરો

સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત

જ્યારે ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે "ટિપ ઉમેરો" ફીચરને રાઈડ બુકિંગને હરાજીમાં ફેરવી દીધું છે, જ્યાં ફક્ત પ્રીમિયમ બોલી લગાવવા તૈયાર લોકો જ કેબ બુક કરી શકતા હતા

કેન્દ્ર સરકારે રાઇડ-હેલિંગ ક્ષેત્રમાં એડવાન્સ ટિપિંગ ફીચર પર કડક નિર્દેશ આપ્યા છે જેનાથી ઉબેર, ઓલા અને રેપિડો જેવા પ્લેટફોર્મ પર રાઇડ શરૂ થાય તે પહેલાં મુસાફરો પાસેથી ટિપ માંગવા પર અસરકારક રીતે પ્રતિબંધ મૂક્યો છે. 15 ડિસેમ્બરના રોજ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા જાહેર કરાયેલ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા, 2025માં કરવામાં આવેલા એક સંશોધનમાં જેને FEએ રિવ્યૂ કર્યું હતું. તેમાં આ ફરજિયાત કરવામાં આવ્યું છે કે કોઈપણ સ્વૈચ્છિક ટિપિંગ ફીચર ફક્ત "મુસાફરને મુસાફરી પૂર્ણ થયા પછી" જ દેખાવું જોઈએ. નવા નિયમોમાં એક ફરજિયાત સુરક્ષા ફીચર પણ રજૂ કરવામાં આવી છે જે મહિલા મુસાફરોને ખાસ કરીને મહિલા ડ્રાઇવરો પસંદ કરવાની મંજૂરી આપે છે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ મે 2025માં સૌપ્રથમ એડવાન્સ ટિપ ફીચરને "અન્યાયી વેપાર પ્રથા" તરીકે ચિહ્નિત કર્યા બાદ આ સુધારો કરવામાં આવ્યો છે. સીસીપીએ ત્યારે એગ્રીગેટર્સને નોટિસ જાહેર કરી હતી જ્યારે ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે "ટિપ ઉમેરો" ફીચરને રાઈડ બુકિંગને હરાજીમાં ફેરવી દીધું છે, જ્યાં ફક્ત પ્રીમિયમ બોલી લગાવવા તૈયાર લોકો જ કેબ બુક કરી શકતા હતા

પ્રી-ટ્રિપ ટિપ્સનો અંત

આ મામલાને ખતમ કરતા સંશોધિત દિશાનિર્દેશોમાં ક્લોઝ 14.15માં કહેવામાં આવ્યું છે કે “એપ મુસાફરોને ડ્રાઇવરને સ્વૈચ્છિક ટિપ આપવાની ફીચર આપી શકે છે, જો કે, આવી ફીચર ફક્ત મુસાફરી પૂર્ણ થયા પછી જ દેખાશે અને બુકિંગ સમયે ઉપલબ્ધ હોવી જોઈએ નહીં.”

એડવાન્સ ટિપિંગ મોડેલ 2023ની આસપાસ બેંગલુરુમાં નમ્મા યાત્રી જેવી ઓપન-નેટવર્ક એપ્લિકેશનો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જે યુઝર્સને પીક અવર્સ દરમિયાન ડ્રાઇવરોને આકર્ષવા માટે રાઇડ શોધતા પહેલા અથવા સંપૂર્ણ ભાડામાં સ્વેચ્છાએ પૈસા ઉમેરવાની મંજૂરી આપે છે. રેપિડો આ સુવિધા અપનાવનાર પ્રથમ મુખ્ય એગ્રીગેટર હતું કારણ કે તેણે તેની કેબ સેવાઓનો વિસ્તાર કર્યો હતો, હરીફોથી દૂર ડ્રાઇવરોને આકર્ષવા માટે ટિપ મિકેનિઝમનો ઉપયોગ કર્યો હતો. ઉબેર અને ઓલાએ પણ આ મોડેલ અપનાવ્યું હતું. હાલમાં બધા મુખ્ય પ્લેટફોર્મ યુઝર્સને રાઇડની વિનંતી કરતા પહેલા અને ડ્રાઇવરોને શોધતી વખતે ટિપ અથવા "વધારાનું ભાડું" ઉમેરવા માટે દબાણ કરે છે.

વધુમાં ખાસ કરીને મહિલા રાઇડર્સ માટે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખતા મંત્રાલયે કલમ 15.6 ઉમેરી છે, જે ફરજિયાત કરે છે કે એપ્લિકેશન્સમાં "મહિલા મુસાફરો માટે મહિલા ડ્રાઇવરો પસંદ કરવાનો વિકલ્પ" શામેલ હોવો જોઈએ, જે ઉપલબ્ધતાને આધીન છે.

ઉદ્યોગ નિષ્ણાતો સૂચવે છે કે આ પગલાથી એગ્રીગેટર્સને મહિલા ડ્રાઇવરોની સંખ્યામાં આક્રમક વધારો કરવાની ફરજ પડશે, જે હાલમાં ગીગ વર્કફોર્સના 1 ટકા કરતા ઓછા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સુધારાઓનો તાત્કાલિક અમલ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉબેર, ઓલા, રેપિડો અને નમ્મા યાત્રીએ આ મામલે કોઈ તાત્કાલિક જવાબ આપ્યો નહોતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget