શોધખોળ કરો
Advertisement
MP: બસમાં મહિલાની મોત, લાચાર પરિવારને જંગલમાં ઉતારીને ભાગી ગયો ડ્રાઈવર
દમોહ: ઓડિશા બાદ હવે મધ્યપ્રદેશમાં એક શરમજનક ઘટના બની છે. દમોહમાં બસમાં જઈ રહેલી એક મહિલાનું મૃત્યુ થયું ત્યારે બસવાળાએ મૃતકના પતિ અને પાંચ દિવસની બાળકીને બસમાંથી નીચે ઉતારી દીધા હતા.
પાંચ દિવસ પહેલા દિકરીના જન્મ બાદ મલ્લી બાઈ નામની મહિલાની તબિયત ખરાબ રહેતી હતી. જેની સારવાર માટે પતિ રામસિંહ તેને દમોહ લઈ જઈ રહ્યો હતો. પણ રસ્તામાં બસમાં જ તેનું મૃત્યુ થયું હતું. ત્યારે બસ ડ્રાઈવરે પરિવારને મૃતદેહ સાથે જંગલ વિસ્તારમાં ઉતારી દીધો હતો.
ઘણા સમય સુધી રોડ પર પત્નીના શવ સાથે રામસિંહ ઉભો રહ્યો હતો. તે સમયે ત્યાંથી બાઈક પર એક વકીલ પસાર થયા અને તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. જો કે પોલીસ પણ કોઈ મદદ કર્યા વિના નામ સરનામા પૂછીને જતા રહ્યા હતા
પોસીસ તરફથી મદદ ન મળતા વકીલે એમ્બ્યુલંસની વ્યવસ્થા કરી તેમને ગામ જવા રવાના કર્યા હતા.
બસના ડ્રાઈવર, બસમાં સવાર મુસાફરો, પોલીસે નૈતિક રીતે આ પરિવારને મૃતદેહ પોતાના ગમ લઈ જવા માટે મદદ કરવી જોઈતી હતી , પણ તેમ બન્યુ નહિ. આવી જ એક ઘટના થોડા દિવસો પહેલા ઓડિશામાં બની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement