શોધખોળ કરો
Advertisement
વાળની નવી સ્ટાઈલ જોઈને કસ્મટ અધિકારીને ગઈ શંકા, તપાસ કરી તો થયો ચોંકાવનારો ખુલાસો
યુવક યુએઇ શારજાહથી કોચી આવ્યો હતો. જેથી આ યુવક કોચી ઇન્ટનેશનલ એરપોર્ટ લિમિટેડમાં કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના વેબ ઉપર ઉતર્યો હતો.
નવી દિલ્હીઃ કેરળના કોચ્ચી એરપોર્ટ પર સોનાની દાણચોરીની નવો નુસખો જોઈને કસ્ટમ અધિકારીઓ હેરાન રહી ગયા. એરપોર્ટ પર એક વ્યક્તિએ વિગની અંદર એક કિલો સોનું છુપાવી રાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે મલપ્પુરમનો રહેવાસી નૌશાદ જ્યારે એરપોર્ટ પર ઉતર્યો તો તેની હેર સ્ટાઈલ જોઈને કસ્ટમના અધિકારીઓને શંકા થઈ. તેણે વિગની અંદર એક કિલો સોનું છૂપાવ્યું હતું.
યુવક યુએઇ શારજાહથી કોચી આવ્યો હતો. જેથી આ યુવક કોચી ઇન્ટનેશનલ એરપોર્ટ લિમિટેડમાં કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના વેબ ઉપર ઉતર્યો હતો. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે યુવક એક કરિયરના રૂપમાં કામ કરતો હતો. જે એક મોટા નેટવર્કનો ભાગ છે. દાણચોરનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સ તેની ભારે મજાક પણ ઉડાવી રહ્યા છે.
પૉલીસના જણાવ્યા પ્રમાણે મલપ્પુરમનો રહેવાશી નૌશાદ જ્યારે એરપોર્ટ ઉપર ઉતર્યો હતો ત્યારે તેની હૅર સ્ટાઇલ જોઇને કસ્ટમ અધિકારીને શક થયો હતો. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. એરપોર્ટ ઉપર સુરક્ષા અધિકારીઓને માત આપવા માટે અને સોનું સંતાડવા માટે નૌશાદે પોતાના માથાના એકભાગનું મુંડન કરી દીધું હતું.
માથા ઉપર વીગ પહેરીને 1.13 કિલોગ્રામ સોનું સંતાડી દીધું હતું. જ્યારે કસ્ટમ અધિકારીને શંકા જતા નૌશાદની સારી રીતે તપાસ કરી હતી. કસ્ટમ અધિકારીએ યુવક પાસેથી 1.13 kg સોનું જપ્ત કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion