શોધખોળ કરો
Advertisement
PM મોદી વિશે વિવાદિત નિવેદન આપનાર મણિશંકર અય્યરની કૉંગ્રેસમાં વાપસી
નવી દિલ્હીં: પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામા રહેતા મણિશંકર અય્યરની કૉંગ્રેસમાં વાપસી થઈ છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મણિશંકર અય્યરના સસ્પેન્શનને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કરી દીધો છે. ગત વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીને લઈને વિવાદિત ટીપ્પણી કરવાના કારણે અય્યરન પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કૉંગ્રેસ સંગઠન મહાસચિવ અશોક ગહલોત દ્વારા આપેલા નિવેદન અનુસાર, પાર્ટીના કેન્દ્રીય અનુશાસન સમિતિની ભલામણ પર રાહુલ ગાંધીએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી અય્યરનું સસ્પેશનને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કરવાની મંજૂરી આપી.
ઉલ્લેખનીય છે કે, મણિશંકર અય્યરે ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના સંદર્ભમાં ‘નીચ પ્રકારના વ્યક્તિ’ વાળી વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને ખુદ પીએમ મોદી અને ભાજપે ચૂંટણી સભાઓમાં જોર-શોરથી ઉઠાવ્યો હતો. તેના બાદ રાહુલ ગાંધી અને પાર્ટીએ અય્યરી ટિપ્પણીને નકારતા તેમને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી નિલંબિત કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion