શોધખોળ કરો
મણિપુર: વિમાનમાંથી ઉતરતી વખતે CM ઈબોબી પર ગોળીબાર, એક પોલીસકર્મી ઘાયલ

નવી દિલ્લી: મણિપુરના ઉખરૂલ જિલ્લામાં સોમવારે સોમવારે સવારે બોમ્બ વિસ્ફોટના અહેવાલ પછી ખબર પડી છે કે મુખ્યમંત્રી ઈબોબી સિંહે પ્લેન જ્યાં લેંડ કર્યું તે હેલીપેડ પર ગોળીબાર થયો છે. ગોળીબાર તે સમયે ચલાવવામાં આવી હતી, જ્યારે મુખ્યમંત્રી પ્લેનમાંથી ઉતરી રહ્યા હતા. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી હાલ સુરક્ષિત છે પરંતુ આ મામલામાં એક પોલીસ ઓફિસર ઘાયલ થવાના અહેવાલ મળી રહ્યા છે. સોમવારે મુખ્યમંત્રીને ઉખરૂલનો પ્રવાસ હતો. આ હુમલાની પાછળ નેશનલ સોશિયલ કાઉંસિલ ઑફ નાગાલેંડના ઉગ્રવાદીઓનો હાથ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના પ્રવાસ પહેલા ઉખરૂલમાં સોમવારે સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થવાના અહેવાલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ઉખરૂલના જિલ્લાધિકારીના ઘરની નજીકથી એક હેંડ ગ્રેનેડ મળી આવ્યો હતો. જિલ્લાધિકારીના પરિવારના એક સભ્યને આ હેંડ ગ્રેનેડ જોવા મળ્યો હતો. જેના પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. મણિપુર પોલીસના બોમ્બ સ્કવોડે હેડ ગ્રેનેડને હટાવી દીધો છે અને એક સુરક્ષિત જગ્યામાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો



















