(Source: ECI/ABP News/ABP Majha)
Manipur Violence: મહિલાઓના નગ્ન પરેડના આરોપીના ઘરને લોકોએ લગાવી આગ, તેના પરિવારને પણ..
Manipur Video: મણિપુરમાં મહિલાઓને નગ્ન પરેડ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ 21 જુલાઈના રોજ ગુસ્સે થયેલા ગ્રામજનોએ મુખ્ય આરોપી હુઈરેમ હેરાદાસ સિંહના ઘરને આગ લગાવી દીધી હતી.
Manipur Violence: મણિપુરમાં બે મહિલાઓના નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં છે. શુક્રવારે (21 જુલાઈ) ગુસ્સે ભરાયેલા ટોળાએ મણિપુરમાં મુખ્ય આરોપી હુઈરેમ હેરાદાસ સિંહનું ઘર સળગાવી દીધું. વાયરલ વીડિયોમાં બે મહિલાઓ નગ્ન પરેડ કરતી જોવા મળી રહી છે. આટલું જ નહીં આમાંથી એક મહિલા સાથે ક્રૂરતા આચરવામાં આવી હોવાનો પણ આરોપ છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કહ્યું કે આ ઘટના 4 મેના રોજ બની હતી.
कल संसद सत्र शुरू होने से पहले प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि मणिपुर में जो हुआ है उससे देश का सिर शर्म से झुक गया है। यह एक गंभीर और संवेदनशील मुद्दा है जिससे राज्य गुजर रहा है, सभी समुदाय पीड़ित हैं...अपराधियों को पकड़ना होगा, कल कुछ गिरफ्तारियां की गई हैं और मुझे यकीन… pic.twitter.com/TXIxDkqs5A
— ANI_HindiNews (@AHindinews) July 21, 2023
જણાવવામાં આવી રહ્યું છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ મુખ્ય આરોપીના ઘરને આગ લગાવી દીધી હતી, જેમાં મોટાભાગની મહિલાઓ સામેલ હતી. મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 4 મેના રોજ મહિલાઓ સાથે બનેલી આ ઘટનાની દરેક વ્યક્તિ નિંદા કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે બુધવારે સામે આવેલા 26 સેકન્ડના વીડિયોમાં કંગપોકપી જિલ્લાના બી. ફાઇનોમ ગામમાં આરોપી ભીડને સક્રિયપણે સૂચના આપતો જોઈ શકાય છે.
હુઈરેમ હરદાસ સિંહ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાંનો એક છે
જે આરોપીના ઘરને આગ લગાડવામાં આવી છે તેનું નામ હુઈરેમ હરદાસ સિંહ છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા અન્ય ત્રણ આરોપીઓની ઓળખ તરત જ જાણી શકાઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર વરિષ્ઠ અધિકારીઓ વીડિયોનું વિશ્લેષણ કરી રહ્યા છે અને તેમાં હાજર લોકોને ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે મેચ કરી રહ્યા છે. આ જ ઘટનામાં ગ્રામજનોએ આરોપી હેરાદાસ સિંહના ઘરને આગ લગાવી દીધી હતી અને તેના પરિવારને પણ હેરાન કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ ઘટનાને અમાનવીય ગણાવી અને કહ્યું કે દોષિતોને ફાંસીની સજા મળવી જોઈએ. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડતા મુખ્યમંત્રીએ તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો અને કહ્યું કે તેમની સરકાર આ જઘન્ય અપરાધ પર મૌન નહીં રહે.
मणिपुर: मुख्य अपराधी जिसने हरे रंग की टी-शर्ट पहनी हुई थी और महिला को पकड़ रखा था उसे पहचान के बाद आज सुबह गिरफ़्तार कर लिया गया है। उसका नाम हुइरेम हेरोदास मैतेई (32 वर्ष) है और वह पेची अवांग लीकाई का है: सरकारी सूत्र
— ANI_HindiNews (@AHindinews) July 20, 2023
(तस्वीर 1: वायरल वीडियो का स्क्रीनशॉट, तस्वीर 2: हिरासत में… pic.twitter.com/rGHlsm0mXt