શોધખોળ કરો

ટ્રમ્પના ડિનરમાં સામેલ નહીં થાય મનમોહન સિંહ અને ગુલામ નબી આઝાદ, કોંગ્રેસે કર્યો બોયકોટ, જાણો શું છે કારણ

લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્મામાં રાષ્ટ્રપતિ ભવનમાંથી મોકલવામાં આવેલ ડિનર માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં મંગળવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી આયોજિત ડીનરમાં પૂર્વ પીએમ અને કોંગ્રેનસા વરિષ્ઠ નેતા મનમોહન સિંહ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સામેલ નહીં થાય. આ જાણકારી કોંગ્રેસ પાર્ટીના સૂત્રોએ આપી છે. આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ ડિનરમાં ન જવાની વાત કહી હતી. કહેવાય છે કે, કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને ડિનરમાં આમંત્રિત ન કરવાથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે. માટે પાર્ટીએ ડિનરનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્મામાં રાષ્ટ્રપતિ ભવનમાંથી મોકલવામાં આવેલ ડિનર માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ડિનરમાં આમંત્રિત ન કરવાને કારણે પ્રતિવાદમાં તેમણે આ નિર્ણય કર્યો છે. અધીરે કહ્યું કે, પીએમ મોદી જ્યારે અમેરિકાના પ્રવાસ પર ગયા હતા, ત્યારે ત્યાં આયોજિત થયેલ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં અમેરિકાના બન્ને મુખ્ય રાજનીતિક પક્ષ રિપબ્લિક અને ડેમોક્રેટ્સના પ્રતિનિધિ હાજર હતા, પરંતુ અહીં ટ્રમ્પના સન્મામાં આયોજિત ડિનરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રિત કરવામાં આવ્યા નથી. પીએમ મોદીની ટીકા કરતાં અધીરે કહ્યું હતું કે, લોકતંત્રમાં શિષ્ટાચાર નામની પણ કોઈ વસ્તું હોય છે. હવે તો ભારતનો મતલબ જ મોદી શો લાગે છે. કોંગ્રેસ 134 વર્ષ જૂની રાજનીતિક પાર્ટી છે. વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોમાં કોંગ્રેસના નેતા સ્વીકૃત છે, તેમ છતાં ટ્રમ્પના ડિનરમાં સોનિયા ગાંધીને ન બોલાવવામાં આવ્યા. આ અપમાનજકન છે. અધીરે ટ્રમ્પના ભારત પ્રવાસ પર કેન્દ્ર તરફથી કરવામાં આવી રહેલ ખર્ચ પણ સવાલ ઉઠાવ્યા. અધિર રંજન ઉપરાંત મનમોહન સિંહે પણ સોમવારે રાષ્ટ્રપતિ કાર્યાલયને ફોન કરીને ડિનરમાં ન સામેલ થવાની જાણકારી આપી છે. સૂત્રો પ્રમાણે, ગુલામ નબી આઝાદે પહેલા ડિનરમાં આવવા પર સહમતિ આપી હતી, પરંતુ હવે તેમણે પણ આવવાની ના પાડી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Embed widget