શોધખોળ કરો
Advertisement
હરિયાણા: આજે મનોહર લાલ ખટ્ટર લેશે મુખ્યમંત્રી પદના શપથ, દુષ્યંત ચૌટાલા બનશે ઉપમુખ્યમંત્રી
આજે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે દુષ્યંત પ્રદેશના ઉપ-મુખ્યમંત્રી બનશે.
ચંડીગઢ: હરિયાણામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તેને દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીનું સમર્થન મળ્યું છે. આજે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે દુષ્યંત પ્રદેશના ઉપ-મુખ્યમંત્રી બનશે.
આજે દિવાળીના દિવસે બપોરે 2.15 વાગ્યે મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે જ એ પણ નક્કી થઈ જશે કે કોણ-કોણ મંત્રીમંડળમાં સામેલ થશે. અટકળો મુજબ અનિલ વિજ અને બનવારી લાલની સાથે કેટલાક નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.
ખટ્ટરે જણાવ્યું કે 57 ધારાસભ્યો, જેમાં ભાજપના 40, જેજેપીના 10 અને સાત અપક્ષ ધારાસભ્યો સામેલ છે. તેમના સમર્થન સાથે સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો કરવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે જેમાં બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. ખટ્ટરે જણાવ્યું કે હરિયાણાના રાજ્યપાલે અમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement