શોધખોળ કરો

Maratha Reservation: મનોજ જરાંગેએ ઉપવાસ સમાપ્ત કર્યા, સરકારને બે મહિનાનો આપ્યો સમય 

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા મનોજ જરાંગે તેમના 9 દિવસના ઉપવાસને સમાપ્ત કર્યા છે. તેમણે સરકારને મરાઠા અનામતના મુદ્દે બે મહિનાનો સમય આપ્યો છે.

Maratha Reservation News: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા મનોજ જરાંગે તેમના 9 દિવસના ઉપવાસને સમાપ્ત કર્યા છે. તેમણે સરકારને મરાઠા અનામતના મુદ્દે બે મહિનાનો સમય આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ દ્વારા તેમના ઉપવાસને સમાપ્ત કરવા માટે સમજાવ્યા પછી, તેમણે કહ્યું કે જ્યાં સુધી તમામ મરાઠાઓને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ તેમના ઘરમાં પ્રવેશ કરશે નહીં. જરાંગેએ કહ્યું કે જો બે મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો તેઓ મુંબઈમાં મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરશે. ગુરુવારે (2 નવેમ્બર) મહારાષ્ટ્રના ચાર મંત્રીઓ મનોજ જરાંગેને મળ્યા હતા. તેમની અપીલ પર જરાંગે તેમના ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો.

મનોજ જરાંગે જાલનામાં લોકોને સંબોધિત કર્યા. જ્યારે તેમણે પૂછ્યું કે શું સરકારને સમય આપવો જોઈએ તો ત્યાં હાજર લોકોએ 'હા'માં જવાબ આપ્યો. તેમણે કહ્યું, "મહારાષ્ટ્રમાં અમારા તમામ ભાઈઓને આરક્ષણ મળવું જોઈએ, આ અમારી ભૂમિકા છે. તેથી જ હું થોડો સમય આપવા માટે સંમત થયો છું. અમે ઘણા દિવસો સુધી રાહ જોઈ છે. ચાલો આપણે પણ થોડું વધારે કરીએ. અમે રોકાઈશું નહીં. જ્યાં સુધી અમને આરક્ષણ ન મળે ત્યાં સુધી."

તેમણે કહ્યુ રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે અમારી પાસે સમય માગ્યો છે. કોઇ વાંધો નહી. તેને થોડો વધુ સમય આપો. અમે 40 વર્ષ આપ્યા છે, થોડો વધુ સમય આપીએ, પરંતુ અનામત આંદોલન અટકશે નહીં. તમે તમારો સમય લો. પરંતુ અમને અનામત આપો, પરંતુ હવે આપેલો આ સમય છેલ્લો હશે.

મનોજ જરાંગેએ કહ્યું કે, "સરકારે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવા સીધી સંમતિ આપી છે. મરાઠાવાડામાં 13 હજાર કુણબીની વિગતો મળી હતી જેના આધારે સરકારે અનામત આપવાની વાત કરી હતી, જેને અમે ફગાવી દીધી હતી અને હવે સરકાર સીધી રીતે અનામત આપવાની વાત માની છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું હતું. અનેક નેતાઓના ઘરો અને પાર્ટી કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં અંદાજે 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 160 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આંદોલનના હિંસક સ્વરૂપને જોતા વહીવટીતંત્રે રાજ્યના ટોચના નેતાઓના ઘરો અને રાજકીય પક્ષોના કાર્યાલયો પર સુરક્ષા વધારી દીધી હતી. 

મનોજ જરાગે પાટીલે કહ્યુ અમે સરકારને 2 જાન્યુઆરી સુધીનો સમય આપી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યુ કે હાલ પૂરતી તે ભૂખ હડતાળ છોડી રહ્યા છે. આખરે 9 દિવસના ઉપવાસ બાદ મનોજ જરાંગે પાટિલના ભૂખ હડતાળનો અંત આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget