શોધખોળ કરો
નાસિકમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 11 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: મધ્યપ્રદેશ પછી ચોમાસું હવે મહારાષ્ટ્ર પર મહેરબાન થઈ રહ્યું છે. પ્રદેશના કોંકણના પુણે, સતારા, કોલ્હાપુર સહિત ઉત્તરી મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ થયો છે. નાસિકમાં શનિવારે રાત્રે અત્યાર સુધી 5.24 ઈંચ વરસાદ પડ્યો છે. જેના લીધે ત્યાં પૂર જેવી સ્થિતિ પૈદા થઈ છે. છેલ્લા 24 કલાકમાં એકધારા પડી રહેલા વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેની સાથે અત્યાર સુધી દેશના 89 ટકા ભાગમાં સામાન્યથી ભારે વરસાદ પડી ચૂક્યો છે. તેની સિવાય હવામાન વિભાગે આગલા 24 કલાકમાં દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના મતે પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કોંકણ, ગોવા, તટીય કર્ણાટક, ઉત્તરાખંડ અને ઓડિશાના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગલા 48 કલાકોમાં ચોમાસું કચ્છ અને પશ્ચિમી રાજસ્થાનના બાકી રહેલા વિસ્તારોમાં આગળ વધવાનો અણસાર છે. દેશમાં એક જૂનથી 10 જુલાઈની વચ્ચે 254 મીલીમીટર વરસાદ પડ્યો છે. આ સામાન્ય વરસાદના આંકડાથી 251.8 મિલીમીટરથી એક ટકો વધારે છે. જ્યારે ગુજરાતના સૌથી વધુ ભાગોમાં સામાન્યની તુલનામાં 42 ટકા વરસાદ પડ્યો છે.
વધુ વાંચો























