શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
માયાવતીએ કહ્યું- રાજકારણમાં સન્યાસ લઈ શકુ છું, પરંતુ....
બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા હોવાના આરોપો પર જવાબ આપ્યો હતો.
લખનઉ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની સાત બેઠકો પર મંગળવારે થનારા મતદાનના એક દિવસ પહેલા બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા હોવાના આરોપો પર જવાબ આપ્યો હતો. માયાવતીએ કહ્યું કે તેની પાર્ટી અને ભાજપાની વિચારધારા અલગ છે અને ભવિષ્યમાં વિધાનસભા અથવા લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ક્યારેય ગઠબંધન નહી કરે. માયાવતીએ કહ્યું રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે ક્યારેય નહી જાય.
માયાવતીએ કહ્યું બસપા સાંપ્રદાયિક, જાતિવાદી અને પૂંજીવાદી વિચારધારા રાખનારા સાથે ક્યારેય ગઠબંધન ન કરી શકે. તેમણે કહ્યું તે રાજકારણમાંથી સન્યાસ લઈ શકે છે પરંતુ આવી પાર્ટીઓ સાથે નહી જાય.
બસપા પ્રમુખે કહ્યું કે તમામ લોકો જાણે છે કે બસપા એક વિચારધારા અને આંદોલનની પાર્ટી છે અને જ્યારે મે ભાજપ સાથે સરકાર બનાવી ત્યારે મે કોઈ કરાર નહોતા કર્યા.
રાજ્યસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ સાત બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે એમએલસી ચૂંટણીમાં બસપા તેમને જવાબ આપવા માટે તમામ તાકત લગાવી દેશે. માયાવતીએ કહ્યું હતું કે ભાજપને મત આપવો પડે તો પણ આપશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion