Travel advisory: 'ઇઝરાયલ અને ઇરાનનો પ્રવાસ કરવાનું ટાળે ભારતીયો', મિડલ ઇસ્ટમાં ટેન્શન વચ્ચે કેન્દ્રની એડવાઇઝરી
MEA issues Travel advisory:ભારતના વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે
MEA issues Travel advisory: ભારતના વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના સુધી ઈરાન કે ઈઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઈરાન અને ઈઝરાયલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી છે.
MEA issues Travel advisory for Iran and Israel; advises all Indians to not travel to Iran or Israel till further notice.
— ANI (@ANI) April 12, 2024
MEA also requests all those who are currently residing in Iran or Israel to get in touch with Indian Embassies there and register themselves. pic.twitter.com/p2l47dXPiB
વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને ભારતીયોને આગામી સૂચના ના મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
Travel advisory for Iran and Israel:https://t.co/OuHPVQfyVp pic.twitter.com/eDMRM771dC
— Randhir Jaiswal (@MEAIndia) April 12, 2024
મંત્રાલયે એવા ભારતીયોને વિનંતી કરી છે કે જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયલમાં રહે છે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. વિદેશ મંત્રાલયે કહ્યું, 'તેમને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખે અને તેમની ગતિવિધિઓને ખૂબ જ મર્યાદિત કરી દે.
આ પહેલા વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાના રાજકીય જોખમોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે હુમલામાં સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ.