શોધખોળ કરો

Meghalaya Election 2023: મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 60 બેઠકો પર ઉમેદવારોના નામની કરી જાહેરાત

રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહાએ કહ્યું હતું કે મેઘાલયમાં પહેલીવાર ભાજપ તમામ 60 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે

Meghalaya BJP Candidates List: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે ફેબ્રુઆરીના અંતમાં યોજાનારી મેઘાલય વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ 60 બેઠકો માટે તેના ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી.  બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહા અને મેઘાલય એકમના પ્રમુખ અર્નેસ્ટ માવરીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહાએ કહ્યું હતું કે મેઘાલયમાં પહેલીવાર ભાજપ તમામ 60 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકમાં આ નામોને ફાઇનલ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના CECના તમામ સભ્યો હાજર હતા.

2 માર્ચે મત ગણતરી થશે

મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી છે. મતગણતરી 2 માર્ચે થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 47 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેમા માત્ર બે બેઠકો જીતી શકી હતી. સિંહાએ કહ્યું કે મેઘાલયના લોકો ભ્રષ્ટાચાર અને ભાજપ શાસિત પડોશી રાજ્યોની સરખામણીમાં આ રાજ્યના વિકાસની ધીમી ગતિથી ચિંતિત છે.

લોકોને વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ છે

રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હાએ વધુમાં કહ્યું કે, “સડકોની હાલત ખરાબ છે, કલાકો સુધી પાવર કટ રહે છે, લોકોને સારવાર માટે ગુવાહાટી જવું પડે છે. આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. કેન્દ્રીય યોજનાઓ મેઘાલય સુધી પહોંચી રહી છે પરંતુ તેના અમલીકરણની ગતિ ધીમી છે. તેમણે કહ્યું, "આ વખતે ભાજપે 'મજબૂત મેઘાલય'નો નારો આપ્યો છે કારણ કે રાજ્યની જનતાને વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ છે.

હાલમાં મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ની અધ્યક્ષતામાં યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP), પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (PDF), BJP અને હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP)ની ગઠબંધન સરકાર છે. જોકે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઈ રાજકીય પક્ષે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી નથી.

છેલ્લી ચૂંટણીમાં શું સ્થિતિ હતી?

મેઘાલયની છેલ્લી ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. કોંગ્રેસ 21 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની પરંતુ તેને બહુમતી મળી નહોતી. કોનરાડ સંગમાની આગેવાની હેઠળની NPP 19 બેઠકો સાથે બીજા ક્રમે હતી. UDPના છ સભ્યો ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. રાજ્યની પીડીએફે ચાર બેઠકો જીતી હતી અને ભાજપ અને એચએસપીડીપીએ બે-બે બેઠકો જીતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Embed widget