મેલાનિયા ટ્રમ્પે દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત લીધા બાદ કહ્યું, આ ખૂબ જ શાનદાર સ્કૂલ
અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ આજે રાજધાની દિલ્હીની સર્વોદય કો-એડ સીનિયર સેકન્ડરી સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાળકોને મળ્યા અને તેમની સાથે વાત કરી હતી.
અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ કહ્યું, નમસ્તે, આ મારી પહેલી ભારત મુલાકાત છે. હું શબ્દોમાં વર્ણવી શકુ એમ નથી. અહીંના લોકો ખૂબ મિલનસાર અને દયાળુ છે. હું અને રાષ્ટ્રપ્રમુખ અહીં આવીને ખૂબ ખુશ છીએ. સર્વોદયનો અર્થ થાય છે બધા માટે સમૃદ્ધી અને ઉન્નતી. અહીં શિક્ષકોની મહેનત અને બાળકોનું સમર્પણ સ્પષ્ટ દેખાય છે. આ ખૂબ શાનદાર સ્કૂલ છે. મેં હેપીનેસ ક્લાસનો કરિકુલમ જાણ્યો. આવો કાર્યક્રમ દુનિયા માટે પ્રેરણા બની શકે છે. અમારા સુંદર સ્વાગત માટે તમારો આભાર.First Lady of the United States, Melania Trump at Sarvodaya Co-Ed Senior Secondary School in Nanakpura: Namaste! It's a beautiful school. Thank you for welcoming me with a traditional dance performance. This is my first visit to India, people here are so welcoming and so kind. pic.twitter.com/fxoDLp7fTT
— ANI (@ANI) February 25, 2020
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેલાનિયાની સ્કૂલ મુલાકાત વિશે ટ્વિટ કરીને ખુશી જાહેર કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, આજે દિલ્હીના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દિલ્હીના લોકો માટે ખુશીનો દિવસ છે. મેલેનિયા અમારી સ્કૂલથી હેપીનેસનો સંદેશ લઈને જશે.Delhi: Students of Sarvodaya Co-Ed Senior Secondary School in Nanakpura, gift Madhubani paintings made by them to First Lady of the United States Melania Trump. pic.twitter.com/f7yiQiwmaT
— ANI (@ANI) February 25, 2020
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મેલાનિયા ટ્રમ્પ અને સર્વોદ્ય સ્કૂલની તસવીરો શેર કરી હતી..@FLOTUS will attend happiness class in our school today. Great day for our teachers, students and Delhiites. For centuries, India has taught spirituality to the world. Am happy that she will take back the msg of happiness from our school
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 25, 2020
.@FLOTUS will attend happiness class in our school today. Great day for our teachers, students and Delhiites. For centuries, India has taught spirituality to the world. Am happy that she will take back the msg of happiness from our school
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 25, 2020