શોધખોળ કરો

Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી

નવેમ્બર 2024માં તેની પેરન્ટ કંપની વાયાકોમ18નું વોલ્ટ ડિઝની સાથે વિલીનીકરણ થયું હતું

જિયોસ્ટાર 1100 કર્મચારીઓની છટણી કરવાની યોજના ધરાવે છે. નવેમ્બર 2024માં તેની પેરન્ટ કંપની વાયાકોમ18નું વોલ્ટ ડિઝની સાથે વિલીનીકરણ થયું હતું. આના કારણે કેટલાક વિભાગોમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે, જેમને કાઢી મૂકવામાં આવશે તેમને છ મહિનાથી એક વર્ષ સુધીનો પગાર આપવામાં આવશે. મિન્ટના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રક્રિયા જૂન સુધી ચાલુ રહેશે

મર્જર પછી પુનર્ગઠનના ભાગ રૂપે કંપનીમાં છટણી ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી અને જૂન સુધી ચાલુ રહેશે. કંપની વિતરણ, નાણાં, કોમર્શિયલ અને કાનૂની વિભાગોમાંથી બિનજરૂરી લોકોને દૂર કરશે.

એક થી ત્રણ મહિનાની નોટિસ, પગાર આપવામાં આવશે

જો કોઈ કર્મચારી એક વર્ષ પહેલા કંપનીમાં જોડાયો હોય તો તેને એક મહિનાનો સંપૂર્ણ પગાર મળશે. બાકીના કર્મચારીઓને પણ તે મુજબ મળશે. એક થી ત્રણ મહિનાની નોટિસ આપવામાં આવશે.

આ ડીલ 70,352 કરોડ રૂપિયામાં થઇ હતી

મર્જર પછી Jio દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક બની ગયું છે. આ કરાર 70,352 કરોડ રૂપિયામાં થયો હતો. ડિઝની-રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના દર્શકો હવે 750 મિલિયન છે. રિલાયન્સે આ સંયુક્ત સાહસ માટે 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

DHL 8,000 લોકોને છૂટા કરશે

DHL આ વર્ષે જર્મનીમાં લગભગ 8,000 લોકોની છટણી કરશે. કંપની 2027 સુધીમાં એક અબજ યુરો બચાવવાની યોજના બનાવી રહી છે અને આ નિર્ણય એ જ વ્યૂહરચના હેઠળ લેવામાં આવ્યો છે. DHL ના મુખ્ય કાર્યકારી અધિકારી ટોબિયાસ મેયરે જણાવ્યું હતું કે કુલ કર્મચારીઓમાંથી એક ટકા કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ મિન્ટને જણાવ્યું હતું કે "જ્યારે બે મોટી કંપનીઓનું મર્જર થાય છે ત્યારે પદોનું ડુપ્લિકેશન ઘટાડવા માટે છટણી અનિવાર્ય બની જાય છે," આ રિસ્કંસ્ટ્રક્ટિંગ સોર્સિસને વધુ સારી રીતે ઉપયોગ કરવા અને કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

જિયોસ્ટાર પ્રભાવિત કર્મચારીઓને 'જેનરસ સેવરેન્સ પેકેજ' ઓફર કરી રહી છે. આમાં કંપનીમાં નોકરીના સમયગાળાના આધારે 6 થી 12 મહિનાનો પગાર આપવામાં આવશે. કંપનીમાં એક વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓને 1 મહિનાનો પગાર અને 1 થી 3 મહિનાની નોટિસ પીરિયડ મળશે. JioStar ની વેલ્યુએશન 70,352 કરોડ રૂપિયા છે અને તેનો ઉદ્દેશ્ય Netflix અને Amazon Prime Video જેવી સ્ટ્રીમિંગ જાયન્ટ્સ સાથે સ્પર્ધા કરવાનો અને તેના ટેલિવિઝન વ્યવસાયને મજબૂત બનાવવાનો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget