ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
સુનીલ છેત્રી હવે માર્ચમાં યોજાનારી ફિફા ઇન્ટરનેશનલ વિન્ડોમાં ભારતીય ટીમ તરફથી રમશે.

ભારત તરફથી સૌથી વધુ ગોલ કરનાર અને ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય પરત ખેંચી લીધો છે. સુનીલ છેત્રી હવે માર્ચમાં યોજાનારી ફિફા ઇન્ટરનેશનલ વિન્ડોમાં ભારતીય ટીમ તરફથી રમશે. 25 માર્ચે ભારત બાંગ્લાદેશ સામે પોતાનો મુકાબલો રમશે, જે AFC એશિયન કપ 2027ના ત્રીજા રાઉન્ડની ક્વોલિફાયર મેચ હશે.
𝐒𝐔𝐍𝐈𝐋 𝐂𝐇𝐇𝐄𝐓𝐑𝐈 𝐈𝐒 𝐁𝐀𝐂𝐊. 🇮🇳
— Indian Football Team (@IndianFootball) March 6, 2025
The captain, leader, legend will return to the Indian national team for the FIFA International Window in March.#IndianFootball ⚽ pic.twitter.com/vzSQo0Ctez
ભારતીય ફૂટબોલ ટીમ સાથે 19 વર્ષ શાનદાર રહ્યા બાદ સુનિલ છેત્રીએ ગયા વર્ષે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું. તેમણે 16 મે 2024ના રોજ જાહેરાત કરી કે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કુવૈત સામેની મેચ તેમની છેલ્લી મેચ હશે.
Maybe all goodbyes are just an 'I’ll see you soon' in disguise.
— Bengaluru FC (@bengalurufc) March 6, 2025
Pull the bookmark out. Search for the key. Press play. ▶️ #TheStoryContinues #IndianFootball #SunilChhetri 🇮🇳 pic.twitter.com/VGKgvwF3mI
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા માહિતી આપી કે સુનિલ છેત્રીએ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.
સુનીલ છેત્રીની કારકિર્દી સિદ્ધિઓથી ભરેલી રહી છે. તેમણે ભારતીય ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ તકો પર ગોલ કર્યા છે અને ટીમને વિજય અપાવ્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 94 ગોલ કર્યા છે અને વિશ્વના ચોથા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેનાથી આગળ ફક્ત ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને અલી ડેઈ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ સુનિલ છેત્રીએ ઇન્ડિયન સુપર લીગ (ISL) માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ સીઝનમાં તે બેંગલુરુ એફસી માટે શાનદાર ફોર્મમાં છે. 2024-25 સીઝનમાં અત્યાર સુધીમાં તેણે 12 ગોલ કર્યા છે.
સુનીલ છેત્રીએ આ સીઝનમાં બેંગલુરુ એફસી માટે 23 મેચ રમી છે, જેમાંથી 17 મેચમાં તેને શરૂઆતના પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. નિવૃત્તિ સમયે સુનિલ છેત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમનો નિર્ણય ફિટનેસને કારણે નથી, પરંતુ તે સંપૂર્ણપણે ફિટ અને તૈયાર છે. ભારતના AFC એશિયન કપ ક્વોલિફાઇંગ ગ્રુપમાં બાંગ્લાદેશ, હોંગકોંગ (ચીન) અને સિંગાપોરનો સમાવેશ થાય છે. ભારત શિલોંગમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા ICCની મોટી જાહેરાત, IND vs NZ મેચમાં આ દિગ્ગજોને આપી મોટી જવાબદારી





















