Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Air India Food: એર ઈન્ડિયાએ આ ભૂલ માટે યાત્રીની માફી માંગી છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે ફૂડમાં હાજર ધાતુનો ટુકડો સુરક્ષા તપાસ વિના અંદર કેવી રીતે પહોંચ્યો.
Air India Food: ટ્રેન અને પ્લેનમાં આપવામાં આવતા ફૂડને લઈને વિવિધ પ્રકારની ફરિયાદો આવતી રહે છે. એક ચોંકાવનારી ઘટનામાં એર ઈન્ડિયાના વિમાનમાં એક મુસાફરને તેના ખોરાકમાં બ્લેડ મળી આવી હતી. તે એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહ્યો હતો. આ બ્લેડ ખોરાકમાં અંદર ઘુસેલી હતી. યાત્રીએ મોંમાં કંઈક અજુગતું અનુભવ્યા પછી, તેણે ખોરાક બહાર કાઢી નાખ્યો જેમાંથી આ બ્લેડનો ટુકડો બહાર આવ્યો. જોકે, મુસાફરને કોઈ ઈજા થઈ ન હતી.
Air India food can cut like a knife. Hiding in its roasted sweet potato and fig chaat was a metal piece that looked like a blade. I got a feel of it only after chewing the grub for a few seconds. Thankfully, no harm was done. Of course, the blame squarely lies with Air India’s… pic.twitter.com/NNBN3ux28S
— Mathures Paul (@MathuresP) June 10, 2024
પેસેન્જર મેથ્યુરેસ પોલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની સાથે બનેલી ઘટના વિશે લખ્યું છે. તેની તસવીરો પણ પોસ્ટ કરી છે. તેણે કહ્યું કે એર ઈન્ડિયાનું ભોજન પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેણે તેના ભોજન માટે એરલાઇનમાંથી શેકેલા શક્કરીયા અને અંજીર ચાટ મંગાવી હતી. તેમાં એક ધાતુનો ટુકડો મળી આવ્યો, જે બ્લેડ જેવો હતો. ખોરાક ચાવતી વખતે મને આની જાણ થઈ. ભગવાનનો આભાર કે મને કોઈ ઈજા થઈ નથી. આવી ઘટનાઓથી એર ઈન્ડિયાની ઈમેજને ઠેસ પહોંચી શકે છે. પેસેન્જરે લખ્યું છે કે જો કોઈ બાળક આ ખોરાક ખાતો હોત તો મેડિકલ ઈમરજન્સી ઊભી થઈ શકે છે.
એર ઈન્ડિયાએ પેસેન્જરની માફી માંગી
એર ઈન્ડિયાએ તરત જ આ ટ્વિટનો જવાબ આપ્યો અને લખ્યું કે અમને આ જાણીને દુઃખ થયું છે. અમે કોઈપણ મુસાફરને આવી સેવા આપવા માંગતા નથી. કૃપા કરીને તમારો સીટ નંબર અને બુકિંગ વિગતો અમારી સાથે શેર કરો. અમે તમને ખાતરી આપીએ છીએ કે આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. એર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ ધાતુનો ટુકડો વેજિટેબલ કટિંગ મશીનનો છે. આ અંગે કેટરિંગ પાર્ટનર સાથે પણ ચર્ચા કરવામાં આવશે. એરલાઈન્સ ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ઊભી ન થાય તે સુનિશ્ચિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. એર ઈન્ડિયાએ આ ઘટના માટે પેસેન્જરની માફી પણ માંગી છે.
સોશિયલ મીડિયા પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે
સોશિયલ મીડિયા પર આ ઘટના પર રસપ્રદ કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે તેને કટિંગ ડાઇનિંગ એક્સપિરિયંસ ગણાવ્યો છે. કેટલાકે તેને હોરર સ્ટોરી ગણાવી છે તો કેટલાકે તેને સિક્યોરિટી લેપ્સ ગણાવી છે. લોકો પૂછી રહ્યા છે કે ખાદ્યપદાર્થની અંદર હાજર ધાતુનો ટુકડો તપાસ કર્યા વિના અંદર કેવી રીતે પહોંચ્યો. એક યુઝરે લખ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેને ફૂગથી દૂષિત ખોરાક આપવામાં આવ્યો હતો.