શોધખોળ કરો

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડની સૂચના જારી કર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું છે.

UCC In Uttarakhand: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડની સૂચના જારી કર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કાયદા માટે રાજ્ય સરકારના અધિકારીઓએ દિવસ-રાત મહેનત કરી છે. બધાએ સંકલનથી કામ કર્યું. મુખ્ય સેવક સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં સીએમ ધામીએ કહ્યું કે આજનો દિવસ માત્ર આપણા રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. સમાનતા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલ યુસીસીનો અમલ કરવામાં આવી રહ્યો છે.  ઉત્તરાખંડે આજે ઈતિહાસ રચ્યો  છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે. 

તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરીને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સહિત બંધારણ સભાના તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સીએમએ કહ્યું કે UCCના અમલીકરણથી ઉત્તરાખંડના તમામ રહેવાસીઓના અધિકાર સમાન બની ગયા છે. હવે તમામ ધર્મની મહિલાઓ માટે સંપૂર્ણ કાયદો છે. સીએમએ કહ્યું કે આજે આ ક્ષણ મારા માટે ખૂબ જ ભાવુક છે. આ કાયદાના અમલ સાથે જ હલાલા, ઇદ્દત, બહુવિવાહ, ટ્રિપલ તલાક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે.

આ કોઈ ધર્મ કે સંપ્રદાય વિરુદ્ધ નથી-ધામી 

મુખ્યમંત્રીએ કહ્યું કે સમાન નાગરિક સંહિતા કોઈ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી. આમાં કોઈને નિશાન બનાવવાનું કોઈ કારણ નથી. સમાજમાં સમાનતા લાવવાનો આ કાનૂની પ્રયાસ છે. આમાં કોઈ રિવાજ બદલવામાં આવ્યો નથી પરંતુ ખરાબ પ્રથા દૂર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં UCCનો અમલ એ રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કરવામાં આવેલા મોટા વચનોમાંનું એક હતું. માર્ચ 2022 માં ફરીથી સત્તા સંભાળ્યા પછી મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં કેબિનેટની પ્રથમ બેઠકમાં, UCC પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી અને તેનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી હતી.

જસ્ટિસ દેસાઈની અધ્યક્ષતામાં 27 મે, 2022ના રોજ એક વિશેષજ્ઞ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમણે લગભગ દોઢ વર્ષની મહેનત બાદ 2 ફેબ્રુઆરી, 2024ના રોજ રાજ્ય સરકારને ચાર સંસ્કરણોમાં તૈયાર કરાયેલ તેનો વિગતવાર અહેવાલ સુપરત કર્યો હતો. તેના આધારે, 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રમાં UCC બિલ પસાર કરવામાં આવ્યું હતું. એક મહિના પછી, 12 માર્ચ, 2024 ના રોજ, રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી. યુસીસી એક્ટના અમલ પછી, ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ તેના અમલીકરણ માટે નિયમો તૈયાર કર્યા હતા, જેને તાજેતરમાં રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

 

ટોપ સ્ટોરી

Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget