AIIMSના ડિરેક્ટરની વાત માનીને મોદી સરકાર દેશમાં 'મિનિ લોકડાઉન' લાદશે? ડો. ગુલેરિયાએ કહ્યું, કોરોનાને રોકવા 'મિનિ લોકડાઉન' જ વિકલ્પ
ડો. ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં 'મિનિ લોકડાઉન'ની જરૂર છે. તેમણે કહ્યું કે, કોરોનાના વધતા કેસોની ગતિને રોકવી હોય તો દેશમાં 'મિનિ લોકડાઉન' (Mini Lockdown) લગાવવું જ પડશે.
![AIIMSના ડિરેક્ટરની વાત માનીને મોદી સરકાર દેશમાં 'મિનિ લોકડાઉન' લાદશે? ડો. ગુલેરિયાએ કહ્યું, કોરોનાને રોકવા 'મિનિ લોકડાઉન' જ વિકલ્પ Mini Lockdown is best option for stop corona cases in country: Dr Randeep Guleria AIIMSના ડિરેક્ટરની વાત માનીને મોદી સરકાર દેશમાં 'મિનિ લોકડાઉન' લાદશે? ડો. ગુલેરિયાએ કહ્યું, કોરોનાને રોકવા 'મિનિ લોકડાઉન' જ વિકલ્પ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/04/4d719cd1e84229f2dc6e23e2ab1b5ae6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં 'મિનિ લોકડાઉન' (Mini Lockdown) લાદશે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) (AIIMS) ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ (Dr Randeep Guleria) દેશમાં 'મિનિ લોકડાઉન' લાદવાની તરફેણ કરતાં આ અટકળો તેજ બની છે.
ડો. ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં 'મિનિ લોકડાઉન'ની જરૂર છે. તેમણે કહ્યું કે, કોરોનાના વધતા કેસોની ગતિને રોકવી હોય તો દેશમાં 'મિનિ લોકડાઉન' (Mini Lockdown) લગાવવું જ પડશે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતી રોજ જ ગંભીર બની રહી છે અને લોકો કોરોના તરફ બેદરકારી બતાવી રહ્યા છે આ સંજોગોમાં 'મિનિ લોકડાઉન' જ કોરોનાને રોકવા માટેનો વિકલ્પ છે.
દેશમાં સતત વધી રહ્યાં છે કોરોનાના દર્દીઓ....
દેશમાં શનિવારે કોરોનાના નવા કેસ 90 હજારથી વધુ સામે નોંધાયા. જો આ જ સ્થિતિ રહી તો પાછળના બધા રેકોર્ડ કોરોનાનું સંક્રમણ રોકી દેશે. આ નાજુક સ્થિતિમાં સ્વાભાવિક છે કે, બધાના મનમાં એક જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે, શું ફરી લોકડાઉનની સ્થિતિ આવશે.
જો કે લોકડાઉન મુદ્દે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી. જો કે આ મુદ્દે દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાએ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. રણદીપ ગુલરિયાએ વધતી જતી કોરોનાની રફતારને રોકવા માટે મીની લોકડાઉન જરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘જો આજ રીતે કોરોનાની રફતાર વધતી રહી તો મીની લોકડાઉન લગાવવું જરૂરી બની જશે.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાએ કહ્યું કે, દિવસે દિવસે દેશની કોરોનાની સ્થિતિ બદતર થઇ રહી છે. લોકો પણ કોરોનાની સ્થિતિને ગંભીરતાથી નથી લઇ રહ્યાં. આ સ્થિતિમા લોકડાઉન જ એક વિકલ્પ છે. જેનાથી સંક્રમણને ફેલાતું રોકી શકાય. ગુલેરિયાએ કહ્યું કે. ચિંતાજનક બાબત એ છે કે, બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. જો કે બાળકોની ઇમ્યુનિટી સારી હોવાથી ઝડપથી રિકવર થઇ જાય છે.
વેક્સિનેશનની પ્રક્રિયા મુદ્દે વાત કરતા દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાએ જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશમાં વેક્શિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઇએ. તેમણે કહ્યું કે, દેશને બે અરબ ડોલર વેક્સિનની જરૂર છે. તેમણે કહ્યું કે વેક્સિનેશન બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. વેક્સિન લીધાના બે ડોઝ બાદ 30 દિવસ બાદ તેનો પ્રભાવ શરીરમાં જોવા મળે છે એટલે વેક્સિન લીધાના તરત જ બાદ નિશ્ચિત થઇ જવાની જરૂર નથી. વર્તમાન સ્થિતિમાં સતત શહેરોમાં કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. જે ચિંતાજનક સ્થિતિ છે.
દેશમાં કોરોના સંક્રમણના મામલા ફરીથી રેકોર્ડબ્રેક રીતે વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 93 હજારથી વધુ કેસ આવતાં હકકંપ મચી ગયો છે. જેને લઈ પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જે બાદ દેશના અમુક રાજ્યોમાં ફરી લોકડાઉન લદાય તેવી અટકળો શરૂ થઈ છે. આ બેઠકમાં બધા સિનિયર ઓફિસર્સ, કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, ડો. વિનોદ પૌલ હાજર રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)