શોધખોળ કરો
વિરોધ પ્રદર્શન અને સમર્થન વચ્ચે દેશભરમાં લાગુ થયો નાગરિકતા સંશોધન કાયદો
આ કાયદા અનુસાર હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયોના શરણાર્થીઓને ભારતની નાગરકિતા આપવામાં આવશે.

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાનૂન(સીએએ) 2019 શુક્રવારથી દેશમાં લાગુ થઈ ચુક્યો છે. જેને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારમાં હિંસા પણ જોવા મળી છે. જો કે સરકારે નાગરિકતા સંશોધન કાયદાની નોટિફિકેશન જાહેર કરી દીધી છે. તેની સાથે જ 10 જાન્યુઆરી 2020થી નાગરિકતા સંશોધન એક્ટ દેશભરમાં લાગુ થઈ ચુક્યો છે.
આ કાયદા અનુસાર હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયોના જે સભ્ય 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા છે અને પોતાના દેશમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરવો પડ્યો છે. તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
કાયદા પ્રમાણે આ સમુદાયના શરળાર્થીઓને પાંચ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યા બાદ ભારતની નાગરિકતા આપવામાં આવશે. આ પહેલા આ સમયસીમાં 11 વર્ષની હતી.
કાયદા અનુસાર, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારમાં આ કાયદો લાગુ નહીં કરવામાં આવે કારણ કે આ વિસ્તાર સંવિધાનની છઠ્ઠી અનુસૂચીમાં સામેલ છે. આ સિવાય બંગાળ ઈસ્ટર્ન બોર્ડર રેગ્યુલેશન, 1873 હેઠળ અધિસૂચિત ઈનર લાઈન પરમિટ (આઈએલપી)વાળા વિસ્તારોમાં પણ લાગુ નહીં થાય. આઈએલપી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં લાગુ છે.
Ministry of Home Affairs: Central Government appoints the 10th day of January, 2020, as the date on which the provisions of the Citizenship Amendment Act shall come into force. pic.twitter.com/QMKYdmHHEk
— ANI (@ANI) January 10, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement