શોધખોળ કરો
Advertisement
સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો શું છે સમગ્ર મામલો
ગૌતમ ગંભીર દિલ્હીમાં યોજાયેલી પ્રદૂષણ અંગેની શહેરી વિકાસની સંસદીય સ્થાયી સમિતિની મીટિંગમાં નહોતો સામેલ થયો. જેને લઈ ગંભીરની સોશિયલ મીડિયા પર આલોચના થઈ હતી. જે બાદ ગંભીરે કહ્યું, મારું કામ ખુદ બોલશે. જો મને ગાળ આપવાથી દિલ્હીનું પ્રદૂષણ ઓછું થાય છે તો મને પેટભરીને ગાળો આપો.
નવી દિલ્હીઃ આઈટીઓ વિસ્તારમાં પૂર્વ દિલ્હીના સાંસદ અને ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરની નીચે લખવામાં આવ્યું છે કે, શું તમે આને ક્યાંય જોયા છે? છેલ્લે તેમને ઈન્દોરમાં જલેબી ખાતા જોયા હતા. સમગ્ર દિલ્હી તેમને શોધી રહ્યું છે.
ગૌતમ ગંભીર દિલ્હીમાં યોજાયેલી પ્રદૂષણ અંગેની શહેરી વિકાસની સંસદીય સ્થાયી સમિતિની મીટિંગમાં નહોતો સામેલ થયો. જેને લઈ ગંભીરની સોશિયલ મીડિયા પર આલોચના થઈ હતી. જે બાદ ગંભીરે કહ્યું, મારું કામ ખુદ બોલશે. જો મને ગાળ આપવાથી દિલ્હીનું પ્રદૂષણ ઓછું થાય છે તો મને પેટભરીને ગાળો આપો.
અનેક સાંસદ અને અધિકારી આ બેઠકમાં પહોંચ્યા ન હોવાથી સંસદની સ્થાયી સમિતિની બેઠકને રદ કરવી પડી હતી. આ બેઠકમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણના મુદ્દા પર ચર્ચા થવાની હતી. બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સાંસદ જગદંબિકા પાલ, હસનૈન મસુદી, સી આર પાટિલ અને સંજય સિંહ સામેલ થયા હતા. હેમા માલિની અને ગૌતમ ગંભીર પણ આ સમિતિના સભ્ય છે પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા. ગૌતમ ગંભીર ઈન્દોરમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરતો હતો. ઓવૈસીએ પરત માંગી મસ્જિદ, બોલીવુડની એક્ટ્રેસે કહ્યું- અમારા 40,000 મંદિર પરત કરો 16 વર્ષના કિશોરે બેડ પર પિતરાઈ બહેનના હાથ-પગ બાંધી દીધા અને પછી કર્યું આ કામ, જાણો વિગતDelhi: Missing posters of BJP MP and former cricketer Gautam Gambhir seen in ITO area. He had missed the Parliamentary Standing Committee of Urban Development meeting, over air pollution in Delhi, on 15th November. pic.twitter.com/cIWBtszMYZ
— ANI (@ANI) November 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion