શોધખોળ કરો
એર ઇન્ડિયાને વેચવાની કોશિશ ફરીથી શરૂ, સરકારે 17 માર્ચ સુધી ઓપન ટેન્ડર માટે મંગાવી અરજીઓ
ખરીદદારને મુંબઇની એર ઇન્ડિયાની બિલ્ડીંગ નહીં મળે, બોલી લગાવવાની પ્રક્રિયા બાદ 31 માર્ચ સુધી શોર્ટ લિસ્ટ ખરીદદારોને સૂચના આપવામાં આવશે

નવી દિલ્હીઃ નુકશાનમાં ચાલી રહેલી સરકારી એરલાઇન એર ઇન્ડિયાને વેચવાની કોશિશ ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. સરકારે એર ઇન્ડિયાને વેચવા માટે ઓપન ટેન્ટરની જાહેરાત કરી દીધી છે. સરકાર એર ઇન્ડિયામાં 100% શેર વેચશે, સરકારી ટેન્ડર અનુસાર ખરીદદારોને 17 માર્ચ સુધી અરજી કરવી પડશે. ખરીદદારને મુંબઇની એર ઇન્ડિયાની બિલ્ડીંગ નહીં મળે, બોલી લગાવવાની પ્રક્રિયા બાદ 31 માર્ચ સુધી શોર્ટ લિસ્ટ ખરીદદારોને સૂચના આપવામાં આવશે. એર ઇન્ડિયાની સાથે જ સરકાર એર ઇન્ડિયા એક્સપ્રેસના પણ 10 ટકા AISATSના 50 ટકા શેર વેચશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં પણ સરકાર એર ઇન્ડિયાને વેચવાની કોશિશ કરી ચૂકી છે, પણ તે સમયે ખરીદદાર ન હતો મળ્યો. ગયા પ્રયાસમાં સરકારે 76 ટકા જ વેચવાનો નિર્ણય કર્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે તે સમયે એક પણ ખરીદનાર ના મળવાના કારણે જ સરકારે આ વખતે 100% ભાગીદારી વેચવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા વાળી એક કેબિનેટે સાત જાન્યુઆરીએ એર ઇન્ડિયાના ખાનગીકરણ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. હાલ એર ઇન્ડિયા પર 80 હજાર કરોડનુ દેવુ છે.
વધુ વાંચો




















