કેંદ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટ્યો, દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ માટે અધ્યાદેશ લાવી
કેન્દ્ર સરકારે શુક્રવારે (19 મે)ના રોજ મોટો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ માટે સરકાર અધ્યાદેશ લાવી છે.
Modi Government ordinance: કેન્દ્ર સરકારે શુક્રવારે (19 મે)ના રોજ મોટો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ માટે સરકાર અધ્યાદેશ લાવી છે. કેન્દ્ર સરકારે આ વટહુકમ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને ટ્રાન્સફર પોસ્ટિંગની સત્તા આપી છે. દિલ્હી ભારતની રાજધાની છે, જે સીધી રાષ્ટ્રપતિની નીચે છે. આ સ્થિતિમાં અધિકારીઓની બદલીનો અધિકાર રાષ્ટ્રપતિને રહેશે.
Centre brings out ordinance notifying rules for GNCTD regarding ‘transfer posting, vigilance and other incidental matters’ pic.twitter.com/Mk2KgIOa0E
— ANI (@ANI) May 19, 2023
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા જ આ અંગે આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર કોર્ટના આદેશનું પાલન કેમ નથી કરી રહ્યા ? તમે બે દિવસ સુધી સેવા સચિવની ફાઇલ પર સહી કેમ ન કરી? એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર આવતા અઠવાડિયે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશને પલટવા જઈ રહ્યું છે? શું લેફ્ટનન્ટ ગવર્નર વટહુકમની રાહ જોઈ રહ્યા છે, તેથી જ ફાઇલ પર સહી નથી કરી રહ્યા ?
ગયા અઠવાડિયે જ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર દિલ્હીની કેજરીવાલ સરકારને આપ્યો હતો.