શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર 2000 રૂપિયાની નોટ કરી દેશે બંધ ? રીઝર્વ બેંકે છાપવાનું કર્યું બંધ ? જાણો સરકારે શું કહ્યું ?
સોશિયલ મીડિયા પર અને અનેક ન્યૂઝ સાઈટ પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ મામલે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
શું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે અને આ જ કારણે હવે એટીએમમાંથી માત્ર 100, 200 અને 500 રૂપિયાની નોટ ઉપાડી શકાશે? આ અહેવાલ સોશિયલ મીડિયા પર અને અનેક ન્યૂઝ સાઈટ પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ મામલે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
સરકારે આ અહેવાલને ખોટા ગણાવ્યા છે. આ મામલે સરકાર તરફથી PIB Fact Checkએ ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ‘એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. આ જ કારણએ એટીએમમાંથી માત્ર 100, 200 અને 500 રૂપિયાની નોટ ઉપાડી શકાશે. પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે.’
પીઆઈબીએ કહ્યું કે, આ દાવો ખોટો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ 2000 રૂપિયાની નોટ છપવાનું બંધ નથી કર્યું.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.एक न्यूज़ आर्टिकल में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक ने 2000 रुपये के नोटों की आपूर्ति बंद कर दी है जिसके कारण एटीएम से केवल 100, 200 व 500 रूपए के नोट ही निकाले जा सकेंगे। #PIBFactcheck: यह दावा फर्जी है। @RBI ने ₹2000 के नोटों की आपूर्ति बन्द नहीं की है। pic.twitter.com/DzDMwXuRox
— PIB Fact Check (@PIBFactCheck) December 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
સુરત
Advertisement