શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારે ડ્રાઈવિંગ લાયસંસ, આરસી સહિતનાં વાહનોને લગતા દસ્તાવેજો અંગે આપી મોટી રાહત, જાણો વિગત
આ નિર્ણય કોરોનાના વધતા કેસોને લઇને લેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આવા દસ્તાવેજોને 31 માર્ચ 2021 સુધી વેલિડ માનવામાં આવશે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ અને મોટા નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રવિવારે ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય વાહનો સંબંધિત ડૉક્યૂમેન્ટ આરસી બુક, પરમિટ અને ફિટનેસ પ્રમાણપત્રની વેલિડિટીને 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે.
આ ફેંસલો એવા ડૉક્યૂમેન્ટો માટે લાગુ થશે જેની વેલિડિટી 1 ફેબ્રુઆરી 2020થી લઇને 31 માર્ચ 2021 સુધીની વચ્ચે પુરી થઇ રહી છે, કે પછી પુરી થઇ ચૂકી છે. આના ડૉક્યૂમેન્ટોની વેલિડિટી વધી છે.
કોરોના કાળમાં લોકોને મોટી રાહત આપતા સરકારે કેટલાક મહિના પહેલા મોટર વ્હીકલ સાથે જોડાયેલ તમામ ડોક્યૂમેન્ટની વેલિડીટી 31 ડિેસમ્બર 2020 સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. તે અંતર્ગત ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સહિત મુખઅય દસ્તાવેજ સામેલ છે.
આ નિર્ણય કોરોનાના વધતા કેસોને લઇને લેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આવા દસ્તાવેજોને 31 માર્ચ 2021 સુધી વેલિડ માનવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આનાથી નાગરિકોને સામાજિક સુરક્ષાને બનાવી રાખવામાં પરિવહન સંબંધિત સેવાઓને લાભ ઉઠાવવામાં મદદ મળશે.
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સુત્રો અનુસાર કૉમર્શિયલ વાહન માલિકોએ સરકાર પાસે કેટલીક વધુ છૂટછાટની અપીલ કરી હતી. કૉમર્શિયલ વાહન માલિકોએ સરકારને સૂચન આપ્યા હતા કે આવા વાહનોને થોડી રાહત આપવામાં આવે, જેથી વ્યવહારિક સમસ્યાઓના કારણે રસ્તા પર નથી નીકળી શકતા.
સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોમર્શિયલ વાહન માલિકોએ સરકાર પાસે કેટલીક રાહતની માગ કરી હતી. તેમણે સરકારને ભલામણ કરી હતી કે આવા વાહનોને થોડી વધારે રાહત આપવામાં આવે જે હાલમાં વ્યાવહારિક સમસ્યાઓનને કારણે રસ્તા પર હાલમાં ઉતરી નથી હતી. તેમાં સ્કૂલ બસ ઓપરેટર પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion