શોધખોળ કરો
Advertisement
કોરોના વિરુદ્ધ લડાઇમાં બનાવાયું PM-CARES ફંડ, લોકોને દાન કરવા PM મોદીની અપીલ
વડાપ્રધાન મોદીએ દેશના લોકોને આ ફંડમાં દાન આપવાની અપીલ કરી છે.
નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધની લડાઇમાં લોકોને યોગદાન આપવા માટે કેન્દ્ર સરકારે PM-CARES ફંડની જાહેરાત કરી છે. આ એક સ્વસ્થ ભારત બનાવવામાં મદદ કરશે. તમામ ક્ષેત્રના લોકો તેમા દાન કરી શકે છે. વડાપ્રધાન મોદીએ દેશના લોકોને આ ફંડમાં દાન આપવાની અપીલ કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું દેશવાસીઓને અપીલ કરું છું કે તે પીએમ કેર ફંડમાં દાન કરે. આ ફંડની મદદથી આપણે આ લડાઇને જીતીશું. આવનારા દિવસોમાં પણ આવા ડિઝાસ્ટરમાં લડવામાં સરકારની મદદ કરશે. તમારા લોકોની મદદથી ભારત જલદી સ્વસ્થ થશે.
વડાપ્રધાન મોદીએ આ માટે PM-CARESનો બેન્ક એકાઉન્ટ નંબર પર ટ્વિટ કર્યો હતો. આ ફંડમાં કોઇ પણ દેશવાસી ઘરે બેસીને દાન આપી શકે છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડની મારફતે પણ દાન કરી શકો છો. તે સિવાય ભીમ યુપીઆઇ જેવા કે ગુગલ પે, ફોન પે, અમેઝોન પે, પેટીએમ પરથી પણ દાન આપી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion