મોદી સરકારની ચેતવણી, બાળકોને કોરોનાની રસી અંગેના આ વાયરલ ઓડિયો પર જરાય વિશ્વાસ કરશો નહીં
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.
Child's Vaccination: દેશમાં બે દિવસથી 15 થી 18 વર્ષના તરૂણોને કોરોના રસી આપવાનું શરૂ થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં વેક્સિન બાળકો માટે હાનિકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, એક ઓડિયોમાં વેક્સિનની જીન થેરાપી અને ખાસ કરીને બાળકો માટે હાનિકારક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉપરાંત કોવિડ-19ને 5જી સાથે જોડીને દાવા કરવામાં આવ્યા છે. જે બાદ સંસ્થાએ લખ્યું છે- આ તમામ દાવા બોગસ અને ભ્રામક છે. દેશમાં લગાવવામાં આવતી વેક્સિન સુરક્ષિત છે. વેક્સિન સંબંધી આવી ભ્રામક જાણકારી શેર ન કરો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
एक ऑडियो में वैक्सीन को जीन थेरेपी और विशेषतः बच्चों के लिए हानिकारक बताया जा रहा है और #COVID19 को 5g से जोड़कर दावे किए जा रहे हैं#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 3, 2022
▪️ ये सभी दावे फर्जी और भ्रामक हैं
▪️ देश में लगाई जा रही सभी वैक्सीन सुरक्षित हैं
▪️ वैक्सीन संबंधी ऐसी भ्रामक जानकारी साझा न करें pic.twitter.com/TDU80PJJR6
દેશમાં કોરોનાની સ્થિતિ
Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 325 લોકો મૃત્યુ પામ્યા હતા. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 કેસ છે. ઓમિક્રોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જે પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર (26,538 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,022 કેસ), દિલ્હી (10,665 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા 90,928 કેસમાંથી 66.97 ટકા માત્ર પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. આમાં માત્ર 29.19 ટકા કેસ મહારાષ્ટ્રના છે.