શોધખોળ કરો
Advertisement
મોદી-પુતિને કુડનકુલમ ન્યૂક્લિયર પ્લાન્ટના પ્રથમ યુનિટનું કર્યું ઉદ્ધાટન, જયલલિતા પણ રહ્યા હાજર
નવી દિલ્લી: વિરોધ પ્રદર્શનના એક લાંબા સમય પછી આખરે કુડનકુલમ ન્યૂક્લિયર પાવર પ્લાંટની પહેલા યુનિટનું બુધવારે ઉદ્ધઘાટન થયું હતું. વડાપ્રધાન નરેંદ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ વીડિયો કોન્ફરન્સની મદદથી સંયુક્ત રૂપથી આ યુનિટને દેશને સમર્પિત કર્યું હતું.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ અવસરે કહ્યું, ‘દેશને સમર્પિત કુડનકુલમ પરમાણુ વિજળી યુનિટ ભારત અને રશિયાની વચ્ચે એક ઐતિહાસિક બંધનની નિશાની છે. આજની આ ઉપલબ્ધિ ભારત અને રશિયાના એન્જનિયરો માટે ખુશીનો અવસર છે. હું તેમના અર્થાંગ પ્રયત્ન માટે તેમને સલામ કરું છું. ભારત અને રશિયાની આ દોસ્તી હંમેશાં બની રહશે. મને ચીનમાં થનાર જી-20 સમિટમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાતની રાહ જોવું છું.
કુડનકુલમ ન્યૂક્લિયર પાવર પ્લાંટને લઈને ભારત અને રશિયાની વચ્ચે 1988માં સમજૂતી થઈ હતી. જો કે આ પ્લાંટને લઈને ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. વીડિયો કોન્ફરન્સ મારફતે મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું કે તેમને હંમેશાં આ પરિયોજનાનું સમર્થન કર્યું છે. તેમને કહ્યું કે સ્થાનીક લોકોની સુરક્ષાને લઈને પણ હું પુરો ભરોસો આપું છું. જયલલિતાએ કહ્યું કે કુડનકુલમ રિએક્ટર ભારત અને રશિયાની વચ્ચે એક મિત્રતાના એક સ્મારક તરીકે સ્થાપિત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement