શોધખોળ કરો
Advertisement
બેન્ક કૌભાંડ: NCP નેતા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર સહિત 70 લોકો સામે ઈડીએ દાખલ કર્યો કેસ
આ કૌભાંડ લગભગ 25 હજાર કરોડ રૂપિયાનું છે. 2007થી 2011ની વચ્ચે આરોપીયોની મીલીભગતથી બેન્કને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે.
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી)એ 25 હજાર કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડમાં કેસ દાખલ કર્યો છે. તેની સાથે મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેશન બેન્ક સાથે જોડાયેલા 70 લોકોને પણ આ કેસમાં આરોપી બનાવાયા છે. આ મામલે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસે ગત મહિને FIR દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ લગભગ 25 હજાર કરોડ રૂપિયાનું છે. 2007થી 2011ની વચ્ચે આરોપીયોની મીલીભગતથી બેન્કને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે. મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મંત્રી અને તત્કાલિન નાણા મંત્રી અજિત પવાર એ સમયે બેન્કના ડિરેક્ટર હતા.
આ કૌભાંડમાં આરોપીયોમાં 34 જિલ્લાના વિવિધ બેન્ક અધિકારીઓ સામેલ છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની સરકારના સમયે મહારાષ્ટ્ર સ્ટેટ-કો-ઓપરેટિવ કૌભાંડમાં આર્થિક ગેરરીતિનું કૌભાંડ બહાર આવ્યું હતું. શરદ પવાર, તેમના ભત્રીજા સહિત અન્ય ડિરેક્ટરો સામે બેન્કિંગ અને આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement