weather update: જાણો દેશના ક્યાં રાજ્યોમાં 10 જુલાઇથી વરસાદ પડવાની શક્યતા, હવામાન વિભાગે શું કરી આગાહી
ચોમાસું ખેંચાતા ખાસ કરીને ખેડૂતો ચિંતિત છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 10 જુલાઇ સુધીમાં વરસાદ દેશના અનેક રાજ્યોમાં દસ્તક દેશે.

નવી દિલ્લી: ચોમાસુ લંબાતા ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં તાપમાનનો પારો 40ને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગે રાહત ભર્યાં સંકેત આપ્યાં છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 10 જુલાઇથી હરિયાળા, રાજસ્થાન, પંજાબ અને દિલ્લીમાં વરસાદ પડી શકે છે. મોનસૂન શરૂઆતના દિવસોમાં યોગ્ય સમય સાથે ચાલી રહ્યું હતું. જો કે થોડા દિવસથી ફરી વાતાવરણમાં પલટો આવતા ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં લોકો આકરા તાપની માર સહન કરી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં વરસાદ 15 દિવસ વધ ખેંચાયો છે. દિલ્લીમાં 15 વર્ષ બાદ પહેલી વખત ચોમાસામાં વિલંબ થઇ રહ્યો છે. આગામી 10 જુલાઇ બાદ હવામાન વિભાગે મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદના સંકેત આપ્યાં છે.
હવામાન સાથે જોડાયેલા પૂર્વાનુમાન મોડલ પર આધારિત ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ IMD દ્રારા જાહેર થયેલા તાજા અપડેટ મુજબ હવામાન વિભાગે દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતમાં 8 જુલાઇથી વરસાદના આગમનની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમ તટ અને મધ્ય ભારતના પૂર્વી ભાગોમાં સહિત પ્રાયદ્રીપ ભારત તરફ ધીરે ધીરે ચોમાસું આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણીઓડિશાની સમુદ્રી વિસ્તારની પાસે બંગાળીની ખાડીના પશ્ચિમ મધ્યમ ભાગો પર 11 જુલાઇની આસપાસ નીચેના સ્તરનું દબાણ વિકસિત થવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વી ભારતના વિસ્તારમાં વાયુમંડળના નીચેના સ્તર પર 8 દજુલાઇથી બંગાળની ખાડી તરફથી પૂર્વી આર્ધ હવાઓ ધીરેધીરે પ્રભાવિત થશે. આ હવા 10 જુલાઇથી પંજાબ ઉત્તરી હરિયાણા સહિત ઉત્તર પશ્ચિમ ભારત પર પણ પહોંચશે તેવા શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ સમય દરમિયાન જ દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પશ્ચિમી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાનના નજીકના રાજ્યો તથા દિલ્લી તરફ પણ આગળ વધવાની શક્યતા છે. આ સાથે 10 જુલાઇથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદનું આગમન થઇ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
