શોધખોળ કરો
Advertisement
72 કલાકમાં અહિં દસ્તક દેશે ચોમાસું, ભારે વરસાદની આગાહી
19 જૂન સુધીમાં 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં અત્યાર સુધીમાં સામાન્યથી 59 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ અને તેલંગાનાના અનેક વિસ્તારમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગ અનુસાર એક સપ્તાહ વિલંબથી કેરળમાં આવેલ મોનસૂન ગુરુવારે મહારાષ્ટ્ર અને ગોવામાં પહોંચ્યું છે. આ દરમિયાન વરસાદ પણ થયો છે. મોનસૂન આગામી 72 કલાકમાં ચોમાસુ ઓડિશા, બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં દસ્તક આપે તેવી આશા છે.
19 જૂન સુધીમાં 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં અત્યાર સુધીમાં સામાન્યથી 59 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ અને પૂર્વોત્તરમાં 47 ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો.
હાલ મહારાષ્ટ્રના પશ્ચિમી અને દક્ષિણી વિસ્તારમાં ચોમાસૂ પહોંચી ગયું છે, અને અગામી થોડા જ દિવસમાં રાજ્યના સુકા વિસ્તારોમાં સારો વરસાદ થવાની આશા છે. બે-ત્રણ દિવસમાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ ચોમાસુ પહોંચી જશે. હવામાન વિભાગે શુક્રવાર સુધી ચોમાસુ ગોવા પહોંચવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. પરંતુ ગુરૂવારે જ ચોમાસુ પહોંચી ગયું.
હવામાન વિભાગે ગોવા, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદ થવાની ચેતવણી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement