શોધખોળ કરો

Monsoon In India: દેશના 80 ટકા વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું! 'દેશમાં આવું 62 વર્ષ પછી થયું જ્યારે...'

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના 80 ટકા વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે, તેથી માનવામાં આવે છે કે આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

Monsoon In India: ભારતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે આ વખતે સારા સમાચાર છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 62 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ચોમાસું માત્ર એક જ સમયે દેશના ઉત્તરીય વિસ્તારોમાં પહોંચ્યું નથી, પરંતુ દેશના 80 ટકા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

વાદળોની આ મહેરબાનીથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને તેઓએ પોતાના ખેતરોમાં નિયત સમયે વાવણી પણ શરૂ કરી દીધી છે. ભારતના હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. નરેશ કુમારે જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું અત્યાર સુધીમાં ભારતના 80 ટકા સુધી પહોંચી ગયું છે, તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં ઓછા દબાણના વિસ્તારને કારણે, ચોમાસું દેશના ઘણા વિસ્તારોમાં એકદમ ઝડપથી પહોંચ્યું છે.

'દેશમાં આવું 62 વર્ષ પછી થયું જ્યારે...'

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દેશમાં 62 વર્ષ પછી આવું થઈ રહ્યું છે, ચોમાસું દિલ્હી અને મુંબઈમાં એક જ સમયે પહોંચી ગયું છે. તેમણે કહ્યું, કદાચ આવું થતું નથી, જો કે વાતાવરણમાં આવેલા ફેરફારોને કારણે દેશમાં આવું કંઈક થયું છે તેવું કહેવું વહેલું છે, કારણ કે આ સમજવા માટે છેલ્લા ઘણા વર્ષોના ડેટાની જરૂર પડશે.

તેમણે કહ્યું કે, સામાન્ય રીતે ચોમાસું નીચા દબાણવાળા વિસ્તારોમાં સક્રિય હોય છે અને તેની સાથે આવતા જોરદાર પવનો વરસાદ લાવવા માટે જવાબદાર હોય છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચોમાસાના સમય પહેલા આગમનનું કારણ બંગાળની ખાડીમાં બનેલું નીચા દબાણનું ક્ષેત્ર પણ હતું. આ લો પ્રેશર વિસ્તારને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આ લો પ્રેશર વિસ્તારને કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.

ક્યાં ક્યાં વરસાદ?

ઉત્તરાખંડમાં, મંગળવાર, 27 જૂન માટે, વિભાગે કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ રાજસ્થાન, ગુજરાત પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. મધ્યપ્રદેશ અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશ, ગુજરાત પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, છત્તીસગઢમાં વરસાદ અને તોફાન થઈ શકે છે. કર્ણાટક, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?

US Presidential Elections: અમેરિકન ચૂંટણી અગાઉ ભારતને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, હિંદુઓને લઇને શું કહ્યુ?

IND vs NZ 3rd Test Day 1 Live: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, બુમરાહને અપાયો આરામ

Tirupati: 'હવે તિરુપતિ મંદિરમાં માત્ર હિન્દુઓ જ કરી શકશે કામ ', TTD બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ બીઆર નાયડુનો આદેશ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: અસરદારHun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસPM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
US Presidential Elections: અમેરિકન ચૂંટણી અગાઉ ભારતને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, હિંદુઓને લઇને શું કહ્યુ?
US Presidential Elections: અમેરિકન ચૂંટણી અગાઉ ભારતને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, હિંદુઓને લઇને શું કહ્યુ?
IND vs NZ 3rd Test Day 1 Live: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, બુમરાહને અપાયો આરામ
IND vs NZ 3rd Test Day 1 Live: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, બુમરાહને અપાયો આરામ
Tirupati: 'હવે તિરુપતિ મંદિરમાં માત્ર હિન્દુઓ જ કરી શકશે કામ ', TTD બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ બીઆર નાયડુનો આદેશ
Tirupati: 'હવે તિરુપતિ મંદિરમાં માત્ર હિન્દુઓ જ કરી શકશે કામ ', TTD બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ બીઆર નાયડુનો આદેશ
LPG Cylinder: દિવાળી-છઠ ટાણે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણી લો તમારા શહેરનો રેટ

MI Retention List:  IPLમા સૂર્યા-હાર્દિક કરતાં ઓછો પગાર મળતા રોહિત શર્માએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

South Africa Squad: ભારત સામેની ટી-20 સીરિઝ માટે સાઉથ આફ્રિકાએ જાહેર કરી ટીમ, રબાડાને ન મળ્યું સ્થાન

Diwali Pollution: ફટાકડામાંથી નીકળતો ઝેરી ધુમાડો સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક બની શકે છે?

Embed widget