શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં પોલીસે કોન્સ્ટેબલે ગર્ભવતી મહિલાને પહોંચાડી હોસ્પિટલ, નવજાતનું નામ રાખ્યું કોન્સ્ટેબલના નામ પરથી, જાણો વિગતે
દિલ્હીના હોટસ્પોટ વાળા વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે જોવા દિલ્હી હાઈકોર્ટે એર અરજી પર કેન્દ્ર અને દિલ્હી સરકારને હુકમ કર્યો છે.
નવી દિલ્હીઃ લોકડાઉનમાં દિલ્હી પોલીસ લોકોને તમામ પ્રકારની મદદ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન પોલીસની ગાડીઓ અનેક ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડી ચુકી છે. દિલ્હીથી હવે આવો જ એક મામલો સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાએ પોલીસ હેલ્પ લાઈન નંબર પર ફોન કરીને મદદ માંગી તો એક પોલીસ કોન્સ્ટેબલે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો.
મહિલાએ નવજાત પુત્રનું નામ પોલીસ કોન્સ્ટેબલ દયાવીર સિંહના નામ પરથી રાખી દીધું છે. આ ખબર મળતા જ પોલીસ કોન્સ્ટેબલ દયાવીર સિંહ ઘણો ખુશ છે. તેણે કહ્યું, સંકટના સમયમાં તેમની મદદ કરી શકયો તેની મને ખુશી છે. હું ગર્વની લાગણી અનુભવી રહ્યો છું.
દિલ્હીના હોટસ્પોટ વાળા વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે જોવા દિલ્હી હાઈકોર્ટે એર અરજી પર કેન્દ્ર અને દિલ્હી સરકારને હુકમ કર્યો છે.
આઈસીએમઆરે કોરોના વાયરસથી પ્રભાવિત જિલ્લામાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ રણનીતિ બનાવી છે. જે મુજબ કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત જિલ્લામાં રહેતી ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા હોય કે આગામી 5 દિવસમાં બાળકને જન્મ આપવાની હોય તો તેમને સંક્રમણની તપાસ કરાવવી જોઈએ, પછી ભલે તેમાં કોઈ લક્ષણ દેખાતા ન હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement