શોધખોળ કરો

સાંસદોના અચ્છે દિન: બે ગણો થશે પગાર વધારો, પીએમઓ કરી રહ્યું છે વિચાર

નવી દિલ્લી: સાંસદો માટે અચ્છે દિન આવી રહ્યા છે. સાંસદોના પગાર અને ભથ્થા વધારવાનો મામલે પીએમઓના હાથમાં હવે નિર્ણય છે. આ અંગે ઝડપથી નિર્ણય થઈ શકે છે. આના પર સંસદની સંયુક્ત સમિતિને આપેલા જવાબમાં સરકારે કહ્યું કે સાંસદોના પગાર વધારાના લઈને સમિતિની રજૂઆત પર પીએમઓ હાલ વિચાર કરી રહ્યું છે. સરકારે એ આશા વ્યક્ત કરી છે કે નવેમ્બરમાં શરૂ થનારા શિયાળુ સત્રમાં વિધેયક લાવવામાં આવશે. બીજેપી સાંસદ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં બનેલી સ્થાયી સમિતિએ ગયા વર્ષે સાંસદોના પગાર-ભથ્થા અને પૂર્વ સાંસદોના પેંશનમાં બે ગણો વધારે કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સમિતિની રજૂઆત મૂજબ સાંસદનો પગાર 50,000 રૂપિયાથી વધારીને 1,00000 રૂપિયા કરવાની રજૂઆત હતી.આ સાથે સાંસદના ક્ષેત્રમાં તેમજ સ્ટોક ભથ્થામાં પણ વધારે કરવાની રજૂઆત હતી. સમિતિની રજૂઆત બાદ વિત મંત્રાલયે આના પર કામ શરૂ કર્યું હતુ પરંતુ થોડી આલોચનાઓ પછી પીએમ મોદીએ અસહમતિ દર્શાવી હતી. ત્યારબાદ સરકાર પોતાના પગ પાછા ખેંચી લીધા હતા.ત્યારથી આ સમગ્ર મામલો ગુચવાયેલો હતો પરંતુ હવે સરકાર સાંસદોને જલ્દી  ખૂશ ખબરી આપે તેવા સમાચાર છે. સંયુક્ત સંસદીય સમિતિની મંગળવારે મળેલી બેઠકમાં સાંસદોએ દલીલ કરી હતી કે સાતમાં પગાર પંચની ભલામણ સ્વિકારાઈ બાદ હવે તેમના પગાર વધારામાં સરકાર શા માટે વિલંબ કરી રહી છે.આના પર સંસદીય કાર્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે આ મામલે પીએમઓ વિચાર કરી રહ્યા છે.પીએમઓ માથી લીલી ઝંડી મળ્યા બાદ કેબીનેટ તેના પર મોહર લગાવશે ત્યારબાદ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં સાંસદ સ્થાનિક વિકાસ નિધી MPLAD ને પણ 5 કરોડથી વધારી 25 કરોડ પ્રતિ વર્ષ કરવાનો મુદો પણ ઉઠ્યો હતો.આ મહીનાની 10 તારિખે ભાજપના લગભગ 250 સાંસદોએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને એક આવેદન આપી સાંસદ નિધી ફંડને પાંચ ગણું વધારવાની માંગ કરી હતી.સુત્રોના જણાવ્યા અનુસાર હાલ પણ પ્રધાનમંત્રીએ સાંસદોના પગાર અને સાંસદ નિધીમાં મોટા પ્રમાણમાં વધારો કરવાને સર્મથન નથી આપ્યું.  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો

સુરતમાં બનાવટી નોટો સાથે  ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયાHun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
સુરતમાં બનાવટી નોટો સાથે  ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતમાં બનાવટી નોટો સાથે ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ

Myths Vs Facts: દવા લીધા વિના ડાયટથી પણ કોલેસ્ટ્રોલ કરી શકાય છે કંન્ટ્રોલ? જાણો સત્ય

Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ

કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા

Embed widget