શોધખોળ કરો

રેમડેસિવિર બાદ હવે બજારમાંથી આ રોગની દવા થઈ ગુમ, દર્દીઓની રઝળપાટ

જે રીતે રેમડેસિવિર માટે બીમાર વ્યક્તિના પરિવારજનોએ ભટકવું પડતું હતું તેવી જ રીતે બ્લેક ફંગસ બીમારીથી પીડિતા લોકોના પરિવારજનો ભટકી રહ્યા છે. બ્લેક ફંગસના દર્દીને આપવામાં આવતું ઈન્જેક્શન બજારમાં મળી રહ્યું નથી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની વચ્ચે હવે બ્લેક ફંગસ નામની બીમારી પણ જોવા મળી રહી છે. કોરોનામાંથી મુક્ત થયેલા અનેક લોકો આ રોગમાં સપડાયા છે. જે રીતે રેમડેસિવિર માટે બીમાર વ્યક્તિના પરિવારજનોએ ભટકવું પડતું હતું તેવી જ રીતે બ્લેક ફંગસ બીમારીથી પીડિતા લોકોના પરિવારજનો ભટકી રહ્યા છે. બ્લેક ફંગસના દર્દીને આપવામાં આવતું Liposomal amphotericine B ઈન્જેક્શન બજારમાં મળી રહ્યું નથી.

ઈન્જેક્શન બનાવતી કંપનીના કહેવા મુજબ બ્લેક ફંગસ જેવી બીમારી માટે વપરતાં ઈન્જેક્શનની ડિમાન્ડ વધારે નહોતી. તેથી ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું હતુ પરંતુ અચાનક માંગ વધી છે. હાલ કાચા માલની અછતના કારણે  પૂરતું ઉત્પાદન થઈ શક્તું નથી. આ સંજોગો રેમડેસિવિરની જેમ જ સંગ્રહખોરોએ સ્ટોક કરીને કાળાબજારની શરૂઆત કરી હોવાની શક્યતા છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ દિન-પ્રતિદિન કફોડી બની રહી છે. જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા આ વાત સ્વીકારવામાં આવતી નથી.

ગુજરાતમાં સુરત, રાજકોટ, અમદાવાદ, મહેસાણામાં  મ્યુકોરમાયકોસિસનું પ્રમાણ વધી રહ્યું છે. જરૂરી ઇન્જેકશનની અછતથી છેક મુંબઇ, રાજસ્થાન સુધી દોડાદોડ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં પૂરતા ઈન્જેક્શન મળતાં નથી.

શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?

બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.

કઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?

જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય.  સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.

શું કરવું, શું ન કરવું

- હાઈપરગ્લાઈસીમીયા એટલે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો.

- કોરોનાથી સાજા થયા બાદ અથવા ડાયાબિટીઝમાં બ્લડ ગ્લુકોઝના સ્તરનું નિરીક્ષણ કરતા રહો .

- સ્ટેરોઇડ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો.

- ઓક્સિજન થેરાપી દરમિયાન હ્યુમિડિફાયર્સમાં સ્વચ્છ, સ્ટરાઈલ પાણીનો ઉપયોગ કરો.

- એન્ટિબાયોટિક્સ અથવા એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ કરો

- સંક્રમણના લક્ષણોને નજરઅંદાજ ન કરવું.

- બંધ નાકના દરેક કિસ્સામાં, એવું ન માનો કે તે બેક્ટેરિયાના સાઈનસાઈટિસના કારણે છે, ખાસ કરીને એવા દર્દીઓમાં, જેમની દવાઓના કારણે પ્રતિરોધક ક્ષમતા નબળી પડી છે.

- ફંગલ ઇન્ફેક્શનની તપાસ માટે મોટા પગલા લેવામાં અચકાશો નહીં.

- મ્યુકોરમાઈકોસિસ હોય તો સારવાર શરૂ કરવામાં જરા પણ સમય બગાડશો નહીં.

લક્ષણ અને ખતરો....

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ તો મ્યુકૉરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના લક્ષણોમાં માથાનો દુઃખાવો, તાવ, આંખોમાં દુઃખાવો, નાક બંધ થવુ, સાઇનસ અને જોવાની ક્ષમતામાં થોડી થોડી અસર પડે છે. બ્લેક ફંગસ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધતી જઇ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોતRajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget