આ ઘરેલુ નુસખાથી મ્યુકોરમાઇકોસિસનો ઇલાજ ઘર પર જ શક્ય છે? શું સરસવના તેલથી સારવાર શક્ય?
કોરોનાની બીજી લહેરમાં લહેરમાં બ્લેક ફંગસ સંક્રમણ એટલે કે મ્યૂકરમાઇકોસિસ બીમારી એક નવી આફત બનીને સામે આવી છે. મ્યુકોરમાઇકોસિસના કેસ દેશના અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિ તેનો યોગ્ય ઇલાજ અને દવા માટે પણ રાજ્યના સરકારની ચિંતા વધી છે. આ સ્થિતિમાં બ્લેક ફંગસના ઇલાજ મુદ્દે કેટલાક વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફટકડી, સિંધાલુ મીઠું અને સરસોના તેલતી મ્યુકોરમાઇકોસિસનો ઇલાજ શક્ય છે. તો જાણીએ આ દાવની હકીકત શું છે.
mucormycosis: કોરોનાની બીજી લહેરમાં લહેરમાં બ્લેક ફંગસ સંક્રમણ એટલે કે મ્યૂકરમાઇકોસિસ બીમારી એક નવી આફત બનીને સામે આવી છે. મ્યુકોરમાઇકોસિસના કેસ દેશના અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિ તેનો યોગ્ય ઇલાજ અને દવા માટે પણ રાજ્યના સરકારની ચિંતા વધી છે. આ સ્થિતિમાં બ્લેક ફંગસના ઇલાજ મુદ્દે કેટલાક વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફટકડી, સિંધાલુ મીઠું અને સરસોના તેલતી મ્યુકોરમાઇકોસિસનો ઇલાજ શક્ય છે. તો જાણીએ આ દાવની હકીકત શું છે.
પીઆઇબીની ફેકટ ચેક ટીમે વાયરલ વીડિયો થયેલા દાવાને ફેક ગણાવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ દાવો પાયા વિહોણો છે. જેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે. કે ફટકડી, સરસવનું તેલ અને સિંઘાલુથી બ્લેક ફંગસનું સંક્રમણ રોકી શકાય છે. પીઆઇબીની ફેકટ ચેક ટીમે આ દાવાના તદન ખોટો સાબિત કરતા જણાવ્યું કે, મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર ફરતી આ પ્રકારની સ્વાસ્થય સંબંધિત પોસ્ટ પર વિશ્વાસ ન કરવો, આ પોસ્ટ પર વિશ્વાસ કરીને ઇલાજ કરવાથી દર્દીને યોગ્ય ઇલાજ ન મળતાં તેની સ્થિતિ ગંભીર બની શકે છે જિંદગી ગુમાવવાનો પણ સમય આવે છે. મહામારીના સમયમાં આ પ્રકારના ઘરેલુ નુસખાની અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. બ્લેક ફંગસ ગંભીર બીમારી છે. તેનો યોગ્ય સમયે યોગ્ય ઇલાજ થવો જરૂરી છે.. -જો દર્દીને શરૂઆતના સમયમાં યોગ્ય ઇલાજન ન મળે તો ફંગસ બ્રેઇન સુધી પહોચી જાય છે અને શરીરના મહત્વના ટીસ્યૂને નુકસાન કરે છે. કેટલાક કેસમાં રોશની ગુમવાવનો પણ સમય આવે છે
પીઆઇબીની ફેકટ ચેક ટીમે મહામારીના આ સમયમાં લોકોને અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટ પર વિશ્વાસ કરીને ઇલાજ ન કરવો. મ્યુકોરમાઇકોસિસનો કોઇ ઘરેલું ઉપચારમાં હજુ સુધી કોઇ વૈજ્ઞાનક પ્રમાણ નથી જોવા મળ્યાં. મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે કારણ કે તે ગણતરીના કલાકમાં જ આંખ નાક અને બ્રેઇન સુધી ઇન્ફેકશન ફેલાવે છે. મહામારીના સમયમાં લોકોને ગુમરાહ કરવા માટે સોશિયલ મીડિયા પર આવી કોઇ માહિતી પોસ્ટ ન કરવા પણ પીઆઇબીની ફેકટ ચેક ટીમે અનુરોધ કર્યો છે.
રાજ્યમાં શું છે મ્યુકોરમાઇકોસિસની સ્થિતિ?
રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના અત્યારસુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે જયારે ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.