Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Died: મુખ્તાર અન્સારીનું ઉત્તર પ્રદેશની બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મુખ્તાર અંસારી સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે, જેના કારણે એક સમયે પૂર્વાંચલ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશ ભયનો માહોલ રહેતો.
Mukhtar Ansari Died: મુખ્તાર અન્સારીનું ઉત્તર પ્રદેશની બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મુખ્તાર અંસારી સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે, જેના કારણે એક સમયે પૂર્વાંચલ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશ ભયનો માહોલ રહેતો. 15 જુલાઈ 2001ના રોજ મુખ્તાર અન્સારી પર તેમના વિસ્તારમાં ઘુસીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મુખ્તાર ઘણીવાર ગેંગ વોરમાં થતા હુમલાઓ અંગે સજાગ રહેતો હતો. બાતમીદાર હોવાના ડરથી તે અવારનવાર વાહન અધવચ્ચે બદલી નાખતો હતો.
Uttar Pradesh: Gangster-turned-politician Mukhtar Ansari passes away at Banda Medical College Hospital in Banda after he suffered a cardiac arrest. pic.twitter.com/J2BvVA79H2
— ANI (@ANI) March 28, 2024
મુખ્તાર અન્સારી પર હુમલો થયો હતો
15 જુલાઈના રોજ કોઈએ મુખ્તાર વિશે જાણ કરી. તે દિવસે તે જે કાફલા સાથે મુસાફરી કરી રહ્યો હતો તે રેલ્વે ફાટક પાસે ઘેરાઈ ગયો અને તેના વાહન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. આ પછી મુખ્તાર અંસારી કારમાંથી બહાર આવ્યો અને પોતાની રાઈફલ કાઢી અને મોરચો સંભાળી લીધો.
#WATCH | Uttar Pradesh: People gathered outside the residence of Gangster-turned-politician Mukhtar Ansari in Ghazipur.
— ANI (@ANI) March 28, 2024
Mukhtar Ansari has been admitted to Banda Medical College hospital in Banda after his health deteriorated. pic.twitter.com/WQ0T8LFQGg
મુખ્તાર અંસારી કોઈક રીતે આ હુમલાથી બચી ગયો હતો, પરંતુ આ હુમલાથી સમગ્ર પૂર્વાંચલમાં ખળભળાટ મચી ગયો હતો. આ સમાચાર મુખ્તાર અંસારી સુધી પહોંચ્યા કે તેમના પર હુમલો ગેંગસ્ટર બ્રિજેશ સિંહે બીજેપી નેતા કૃષ્ણા નંદ રાયના નિર્દેશ પર કર્યો હતો.
છ એકે-47થી 400 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું
મુખ્તાર અંસારીને ક્રિકેટનો શોખ હતો. કશનંદ રાય 29 નવેમ્બર 2005ના રોજ ક્રિકેટ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. મુખ્તારનો સૂટર મુન્ના બજરંગી એ જ રસ્તા પર ઊભો હતો. મુખ્તારને જે જગ્યાએ ગોળી વાગી હતી ત્યાંથી લગભગ 20 કિ.મી. ના અંતરે મુન્ના બજરંગીએ કૃષ્ણાનંદ રાયને ઘેરી લીધો હતો. એવું કહેવાય છે કે મુખ્તારના સ્યુટર મુન્ના બજરંગી અને તેના શૂટરે ભાજપના નેતા કૃષ્ણા નંદ રાય પર છ એકે-47થી 400 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય અને તેમના છ સહયોગીઓના મૃતદેહમાંથી 67 ગોળીઓ મળી આવી હતી.