UPSCના અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવા બદલ BYJU’Sના સ્થાપક રવિન્દ્રન સામે FIR નોંધાઈ
આ એફઆઈઆરની નકલ એબીપી ન્યૂઝ પાસે ઉપલબ્ધ છે.
![UPSCના અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવા બદલ BYJU’Sના સ્થાપક રવિન્દ્રન સામે FIR નોંધાઈ mumbai fir registered against byju s founder ravindran for giving wrong information in upsc syllabus UPSCના અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવા બદલ BYJU’Sના સ્થાપક રવિન્દ્રન સામે FIR નોંધાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/c16ab0029d3e37f55214d9c8d388f557_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મુંબઈ પોલીસે શૈક્ષણિક એપ BYJU'S ના સ્થાપક રવિન્દ્રન વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો છે. રવીન્દ્રન સામે યુપીએસસીના અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવાનો આરોપ લાગ્યો છે. રવિન્દ્ર વિરુદ્ધ આરે કોલોની પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 120B અને IT કાયદાની કલમ 69 (A) હેઠળ ગુનાહિત ષડયંત્ર માટે કેસ નોંધવામાં આવ્યો છે.
એફઆઈઆરમાં કંપનીના માલિક રવિન્દ્રનનું નામ પણ સામેલ છે. આ એફઆઈઆરની નકલ એબીપી ન્યૂઝ પાસે ઉપલબ્ધ છે. આરે કોલોની પોલીસ સ્ટેશન અનુસાર, આ FIR એક એક સાઈન્સ ફર્મ ક્રાઈમોફોબિયાની ફરિયાદ પર નોંધવામાં આવી છે. BYJU'S પર આરોપ છે કે તેણે UPSC ના અભ્યાસક્રમમાં કહ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ UNTOCની નોડલ એજન્સી છે. જ્યારે CBI એ લેખિતમાં સ્પષ્ટ કર્યું છે કે તે UNTOC ની નોડલ એજન્સી નથી.
BYJU'S પર આરોપ લગાવનારાઓએ શું કહ્યું?
ક્રાઇમોફોબિયાના સ્થાપક સ્નેહિલ ઢલે જણાવ્યું હતું કે, "મને મે મહિનામાં ખબર પડી કે સીબીઆઇને BYJU ના UPSC અભ્યાસક્રમમાં UNTOC ની નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવી છે. મેં ઇમેઇલ દ્વારા તેમનો સંપર્ક કર્યા પછી, તેઓએ મને ગૃહ મંત્રાલય તરફથી એક પત્ર મોકલ્યો. જેમાં CBI એ નોડલ એજન્સી હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ પત્ર વર્ષ 2012નો હતો. હું તેનાથી સંતુષ્ટ ન હતો અન માટે મેં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો.”
ઢલે વધુમાં કહ્યું કે સીબીઆઈએ 2016 માં લેખિતમાં જણાવ્યું હતું કે તેઓ યુએનટીઓસી માટે નોડલ એજન્સી નથી. ત્યારબાદ, યુએનટીઓસીને દેશમાં લાગુ ન કરવા બદલ ઢલે ભારત સરકાર અને 45 વિભાગો સામે સુપ્રીમ કોર્ટમાં ફોજદારી અરજી દાખલ કરી.
UNSC માં ભારતનો સૌથી મોટો એજન્ડા આતંકવાદ વિરોધી છે અને UNTOC આતંકવાદને નાબૂદ કરવા માટેના મુખ્ય કાયદાઓમાંનો એક છે. પરંતુ તેનો અમલ કરવા માટે દેશમાં કોઈ એજન્સી નહોતી. તેથી જ સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રાઇમોફોબિયાએ આ મુદ્દો ઉઠાવ્યો. UNTOC પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ત્રણ મોટા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે, માનવ તસ્કરી, હથિયારો અને દારૂગોળાની દાણચોરી અને મની લોન્ડરિંગ.
BYJU'Sના પ્રવક્તાએ આરોપો પર શું કહ્યું?
BYJU'Sના પ્રવક્તાએ આ સમગ્ર મામલે કહ્યું, "અમે ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી કારણ કે અમને હજુ સુધી FIRની નકલ મળી નથી." તેમણે આગળ કહ્યું કે અમને એક સંસ્થા ક્રાઈમોફોબિયા તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુપીએસસી સંબંધિત અમારા અભ્યાસક્રમમાં યુએનટીઓસી વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. જ્યારે ગૃહ મંત્રાલયના કાગળો બતાવે છે કે આક્ષેપો ખોટા છે. અમે તેની એક કોપી ક્રાઈમોફોબિયા સાથે પણ શેર કરી છે. અમે જે બધી માહિતી શેર કરીએ છીએ તે વિશ્વસનીય સ્રોતો પર આધારિત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)